Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તે માટે SGVP ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કુલમાં ઉજવાયેલ ઓન લાઇન

આઝાદી મહોત્સવ તથા પ્રજાસત્તાક પર્વ ભાગ લેતા ૩૮૫ શિક્ષકો સહિત ૬૦૦૦ વિદ્યાર્થાઓ

અમદાવાદ : વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના તેમજ દેશભક્તિ જાગૃત થાય, સરહદ પર ભારતનું રક્ષણ કરનાર જવાંમર્દ સૈનિકો પ્રત્યે ગૌરવ અને હમદર્દી જાગે તે માટે SGVP ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કુલમાં, શાળાના પ્રિન્સીપાલ શ્રી પદ્માબેન કુમારના માર્ગદર્શન સાથે ભારતની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થતા તેમજ   શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા સ્થપાયેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરંપરાને પણ ૭૫ વર્ષ પુરા થતા તેમજ પ્રજાસત્તાક પર્વને ૭૩ વર્ષ પૂર્ણ થતા SGVP ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કુલમાં ઓન લાઇન મહોત્સવ ઉજવાયો હતો. જેમાં ૨૩ શાળાઓના આચાર્યો અને ૩૮૫ શિક્ષકો, ૧૭ જેટલા આઈ.ટી. નિષ્ણાંતો સહિત ૬૦૦૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા. સાંપ્રત કોરોના મહામારીને લીધે સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન રાખવામા આવ્યો હતો.

SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રેકોર્ડ બ્રેકીંગ તેમજ અભૂતપૂર્વ ઓનલાઇન જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો હેતુ ખાસ કરીને આપણા દેશભક્તો અને સશસ્ત્ર દળોનાં સૈનિકોનો   હૃદયપૂર્વક આભાર  વ્યક્ત કરવાનો તેમજ સરહદ પર ભારતનું રક્ષણ કરનાર આપણા જવાંમર્દો પ્રત્યે ગૌરવ અને હમદર્દી થાય, ઉપરાંત શાળાઓમાં પણ પરસ્પર એકતાની ભાવના વધે તેવા હેતુથી આ ઓન-લાઇન કાર્યક્રમ રાખવામા આવેલ.

સાથે સાથે આદરણીય દીર્ઘદ્રષ્ટા, SGVP સંસ્થાના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી જયદેવસિંહ સોનાગરા કે જેઓ આધુનિક ગુરુકુળનાં શક્તિસ્તંભ છે, તેમનાં સમ્માનમાં પણ આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી  હતી.

આ ઓન લાઇન કાર્યક્રમમાં ગુજરાતની ખ્યાતનામ સ્કુલો - SGVP છારોડી,  SGVP દ્રોણેશ્વર, SGVP રીબડા, SGVP દર્શનમ, રાજકોટની દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ, સંત કબીર સ્કૂલ, એસ.એન. કણસાગરા સ્કૂલ, ગ્લોબલ  ઈન્ડિયન ઇન્ટરનેશનલ  સ્કૂલ, આર્મી પબ્લિક સ્કૂલ, ઝાયડસ સ્કૂલ ઑફ એક્સીલેન્સ, પતંજલિ ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદની એ વન સ્કૂલ, જ્ઞાનદીપ  વિદ્યા સંકુલ, ડી.પી કેમ્પસ નવા વાડજ,  વિશ્વનિકેતન શાંતિ  એશિયાટિક સ્કૂલ, સાધના નિકેતન સ્કૂલ, માય ઑન સ્કૂલ, દિવ્યપાથ સાયન્સ સ્કૂલ, નેસ્ટ પબ્લિક સ્કૂલ, નિર્માણ હાઈસ્કૂલ, અર્પણ વિદ્યા સંકુલ, શ્રી ભાવગંગા  હાઈસ્કૂલ, પુના ઇન્ટરનેશનલ  સ્કૂલ, ખોડિયાર વિદ્યામંદિર, શ્રી નચિકેતા વિદ્યાનિકેતનની સાથે સાથે ગાંધીનગર, બરોડા, સુરત અને  રાજકોટની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો.

(2:04 pm IST)