Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ભેળસેળ કરનારાઓની હવે ખેર નહી: મહેસાણા પાટણ જીલ્લામાં ફૂડ સેફટી વાનની થઇ શરૂઆત

FSO અને કેમિસ્ટની હાજરીમા સ્થળ પર જ કરાશે પરીક્ષણ

 

મહેસાણા અને પાટણ જિલ્લા માટે 13 જાન્યુઆરીએ ફૂડ સેફટી ઓન વ્હીલ મહેસાણા ખાતે ફાળવવામાં આવી હતી. પખવાડિયા બાદ આ વાહનને શુક્રવારે વિધિવત રીતે ગાડીમાં ઉપસ્થિત રહેનાર સ્ટાફને ફાળવવામાં આવ્યું હતું. ગાડીમાં એક ડ્રાઈવર, એક ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર, એક કેમિસ્ટ અને એક એટેન્ડન્ટ ફરજ બજાવશે. આ ટીમ દ્વારા મહેસાણા અને પાટણ જિલ્લાના બજારમાં ઉપલબ્ધ વેચાણ માટેની ખાદ્ય ચીજોનું સર્વે કરી નમૂના લઇ ગુજરાત રાજ્યની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. લેબના તપાસ રિપોર્ટ પ્રમાણે નમૂનામાં ભેળસેળ જણાશે તો ફૂડ સેફટી ઓફિસર વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરશે. 1 ફેબ્રુઆરીથી મહેસાણા જિલ્લામાં આ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે.

(1:08 am IST)