Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ગુજરાત યુનિવર્સિટીનો 70મો પદવીદાન સમારંભ રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને ઓન લાઈન યોજાશે

કુલ 49,528 છાત્ર-છાત્રાઓને પદવી એનાયત કરાશે : 280 મેડલ એનાયત કરાશે : 92 શિષ્યવૃત્તિ, પરિતોષિક પ્રદાન કરાશે

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીનો 70મો પદવીદાન સમારંભ કાલ તા. 29 જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સવારે 11-45 કલાકે ઑનલાઇન યોજાશે. આ પદવીદાન સમારંભમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગુજરાત રાજયના શિક્ષણમંત્રી જીતુભાઇ પટેલ ઑનલાઇન જોડાઇને છાત્ર-છાત્રાઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવશે.

ગુજરાત રાજયના રાજયકક્ષાના શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઇ ડીંડોર, કીર્તિસિંહ વાઘેલા, રાજ્યના શિક્ષણ વિભાગના અગ્રસચિવ એસ. જે. હૈદર પદવીદાન સમારંભમાં ઓનલાઇન વિશેષ ઉપસ્થિત રહેશે.

ગુજરાત યુનિવર્સિટીના પ્રજ્ઞાવાન કુલપતિ ડૉ. હિમાંશુ પંડયા આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વ્યવસ્થાપક મંડળ વતી સૌનું શાબ્દિક સ્વાગત કરશે અને યુનિવર્સિટીની પ્રગતિનો ચિતાર રજુ કરશે.

ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ.જગદીશ ભાવસાર તેમજ કુલસચિવ ડૉ. પીયુષ પટેલે પદવીદાન સમારંભની વિગતો આપતાં જણાવ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટીનાં 70માં પદવીદાન સમારંભમાં વિનયન, વિજ્ઞાન, ઇજનેરી, કાયદા, તબીબી, વાણિજ્ય, દંતવિજ્ઞાન, શિક્ષણ અને ફાર્મસી એમ કુલ-9 વિદ્યાશાખાના 49,528 છાત્ર-છાત્રાઓને પદવી એનાયત કરાશે.

તે ઉપરાંત 280 મૅડલ એનાયત કરવામાં આવશે. તેમજ શિષ્યવૃત્તિ, પારિતોષિકથી સન્માનવામાં આવશે. આ પદવીદાન સમારંભમાં વિવિધ વિદ્યાશાખાના ડીન, સિન્ડીકેટ સભ્યો, સેનેટ સભ્યો, ઍકેડેમિક કાઉન્સિલના સભ્યો, યુનિવર્સિટી ભવનના ડાયરેકટર, વિભાગ અધ્યક્ષો, અધ્યાપકો , વિવિધ કૉલેજના આચાર્ય, મૅડલ વિજેતા છાત્ર-છાત્રાઓ, પદવી પ્રાપ્ત કરનાર છાત્ર-છાત્રાઓ, દાતાઓ, અધિકારીઓ સહિત શિક્ષણ પ્રેમીઓ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ માધ્યમથી જોડાશે

 

ક્રમ વિદ્યાશાખાનું નામ

એનાયત થનાર પ્રમાણપત્ર

વિનયન વિદ્યાશાખા 8, 676
વિજ્ઞાન વિદ્યાશાખા 7,943
ઇજનેરી વિદ્યાશાખા 0036
કાયદા વિદ્યાશાખા 1,783
તબીબી વિદ્યાશાખા 2,199
વાણિજ્ય વિદ્યાશાખા 25,777
દંત વિજ્ઞાન વિદ્યાશાખા 397
શિક્ષણ વિદ્યાશાખા 2,715
ફાર્મસી વિદ્યાશાખા 02
કુલ 49, 528

(10:53 pm IST)