Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

રાજ્યના ચાર સિનિયર આઇપીએસ અધિકારીઓને એડિશનલ ડીજીમાંથી ડીજી તરીકે પ્રમોશન :મૂળ જગ્યા અપગ્રેડ કરીને એ જ સ્થાને બઢતી:રાજ્યમાં હવે ડીજી રેન્કના સાત અધિકારી થયા

1983ની ચનાં આઇપીએસ વિપુલ વિજોય,1985ની બેચના આઇપીએસ એ, કે, સુરોલીયા, મોહન ઝા અને ટી,એસ બિષ્ટની ડીજીપી તરીકે બઢતી

રાજકોટ : રાજ્યના ચાર સિનિયર આઇપીએસ અધિકારીઓને પ્રમોશન અપાયું છે રાજ્ય સરકારે આજે મોડીસાંજે ચાર સિનિયર આઇપીએસ અધિકારીઓ વિપુલ વિજોય,,કે,સુરેલીયા,મોહન ઝા અને ટી.એસ,બિસ્તને એડિશનલ ડીજીમાંથી ડીજી તરીકે બઢતી આપીને તે જગ્યા પર હુકમ કર્યો છે જેમાં 1983ની બૅચનાં આઇપીએસ વિપુલ વિજોય,1985ની બેચના આઇપીએસ ,કે,સુરોલીયા,મોહન ઝા અને ટી,એસ બિષ્ટને ડીજીપી તરીકે બઢતી અપાઈ છે તેઓને તેની મૂળ જગ્યા અપગ્રેડ કરી સ્થાને બઢતી આપવામાં આવી છે

   ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી 1983 બેચના પ્રમોદકુમાર આવતા ફેબ્રુઆરી મહિનાના અંતમાં વયમર્યાદાના કારણે નિવૃત થવાના છે

   સરકાર પ્રમોદકુમારને એક્સ્ટેંશન આપે છે કે કેમ તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે 1983 બેચના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એડીજી વિપુલ વિજોયને ડીજીમાં બઢતી અપાઈ છે

      ઉપરાંત 1985 બૅચનાં એટીએસના વડા ,કે,સુરેલીયા અને બેચના અન્ય બે અધિકારીઓ પોલીસ વહીવટના એડીજી મોહન ઝા તેમજ જેલોના વડા ટી,એસ,બિસ્તને પણ એડીજીમાંથી ડીજી તરીકેની બઢતી આપી છે

   રાજ્ય સરકારે ચાર સિનિયર આઇપીએસ અધિકારીઓને એડીજીમાંથી ડીજી તરીકેની બઢતી આપતા હવે ગુજરાતમાં ડીજી રેન્કના કુલ 7 અધિકારીઓ થઇ ગયા છે જે પહેલા ત્રણ હતા

   ગુપ્તચર વિભાગના વડા શિવાનંદ ઝા,અમદાવાદ પોલીસ કમિશનર ,કે,સીંગ અને ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમારની સાથે હવે કુલ 7 ડીજી રેન્કના અધિકારીઓ થઇ ગયા છે

(10:37 pm IST)