Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

લોનના હપ્તા ઉઘરાવી સુરતી મહિલાએ બેંકમાં જમા કરાવવાને બદલે વાપરી નાખતા છેતરપિંડીનો ગુનો દાખલ

સુરત:મહિલા સહકારી મંડળીમાંથી લોન લેનાર ગરીબ મહિલાઓના હપ્તા ઉઘરાવી બેન્કમાં જમા કરાવવાના બદલે અંગત ખર્ચ માટે વાપરી નાંખી બેન્કમાં જમા નહીં કરાવનાર મહિલા વિરૃધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઉધના દરવાજા બેઠી કોલોની, ગુજરાત હાઉસીંગ બોર્ડની પાછળ આવેલી મહિલા સેવા નાગરિક ધિરાણ સહકારી મંડળીમાંથી ઉધના વિસ્તારમાં રહેતી સાતેક મહિલાઓએ લોન લીધી હતી. આ લોનની રકમ જમા કરાવવા માટે રેખાબેન મુલચંદ ખટીક (રહે.આદર્શનગર, કેશવનગર, ભેસ્તાન ચોકડી)ને જવાબદારી સોંપી હતી.

રેખાબેને આ સાત મહિલાઓ પાસેથી દર મહિને હપ્તા ઉધરાવ્યા હતા. આ હપ્તાની રકમ રૃા.૫૦,૪૦૦ બેન્કમાં જમા કરાવવાના બદલે પોતાના અંગત ખર્ચ માટે વાપરી નાંખ્યા હતા. જેથી બેન્ક મેનેજર નિતીશા હિમાંશુ ગજ્જરે ખટોદરા પોલીસ સ્ટેશનમાં રેખા વિરૃધ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા તપાસ શરૃ થઇ છે.

(5:49 pm IST)