Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

અમદાવાદની એલજી હોસ્પિટલમાં બાળકીના મોત મામલે વિરોધ કરવા જતા પરિવારજનોની અટકાયત

ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ ;અઠવાડિયુ વીત્યું છતાં કોઈ કાર્યવાહી નહિ કરાતા રોષ

 

અમદાવાદ ;અહીંની મ્યુનિસિપલ સંચાલિત એલજી હોસ્પિટલમાં પીડીયાટ્રિક વોર્ડમાં સારવાર દરમિયાન બે વર્ષની બાળકીનુ કરુણ મોત નિપજ્યુ હતું.અને બાળકીના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે બાળકીનું મોત નિપજયાનો આક્ષેપ કર્યાને અઠવાડિયુ વીતવા બાદ પણ ડોક્ટર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતા બાળકીના પરિવારજનો એલજી હોસ્પિટલમાં હોબાળો મચાવે તે અગાઉ સંકુલ બહાર પોલીસે તેમની અટકાયત કરી હતી.

   અંગેની વિગત મુજબ અમરાઈવાડી વિસ્તારની બે વર્ષની રુહીનું એલજી હોસ્પિટલ સારવાર દરમિયાન મોત થયુ હતું. પરંતુ મોતનુ સમાચાર આપવા આવેલા ડો.જયંત પટેલ લથડીયા ખાઈને ચિક્કાર દારુ પીધેલી હાલતમાં જણાતા રુહીના પરિવારજનોએ ડોક્ટરે નશાની હાલતમાં રુહીની સારવાર કરી હોવાનો આક્ષેપ કરી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.

(10:50 pm IST)