Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

સુરતમાં વિવર્સ-વેપારી સાથે પાંચ વેપારીએ 1.32 કરોડની ખરીદી કરી પેમેન્ટ ન ચુકવતા પોલીસ ફરિયાદ

સુરત,: કાપડબજારમાં છેતરપિંડીની બે ઘટનામાં રાજસ્થાની વેપારીએ દલાલ મારફતે વિવર્સ પાસેથી ગ્રે કાપડ ખરીદી  રૃ।. ૭૬.૬૪ લાખનું પેમેન્ટ કર્યું ન હતું. જ્યારે ન્યુ ટેક્સટાઇલ માર્કેટના વેપારીપાસેથી રૃ।. ૫૫.૪૦ લાખનું કાપડ ખરીદી ચાર વેપારીઓએ પેમેન્ટ કર્યું ન હતું.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ  રાજસ્થાનના પાલીના રામદેવ રોડ ખાતે રજતનગરમાં રહેતા અને સુરતમાં રીંગરોડ ખાતે  મહાવીર સિલ્ક મિલ્સના નામે કાપડનો વેપાર કરતા રાજુ રામ કુમાવતે દલાલ ચેતનભાઇ (રહે. પાલી, રાજસ્થાન) મારફતે વિવર અલ્પેશકુમાર હરગોવિંદભાઇ પટેલ (રહે. એ-૨૦૪, સાંઇ રેસીડન્સી, અલથાણ, ભીમરાડ, સુરત) પાસેથી એક માસ અગાઉ રૃ।. ૩,૨૦,૫૦૯નુ ંગ્રે કાપડ ખરીદયું હતું.  જો કે, પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન થયા હતા. રાજુ કુમાવતે દલાલ ચેતનભાઇ મારફતે અન્ય વિવર્સ પાસેથી પણ રૃ।. ૭૩,૪૩,૩૬૩નું ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ કર્યું ન હતું. જેથી બંને વિરૃદ્ધ સલાબતપુરા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ  નોંધાવી હતી.

છેતરપિંડીની બીજી ઘટનામાં રીંગરોડ ન્યુ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા કાપડ વેપારી હિમાંશુ  અશોકકુમાર બંસલ (રહે. એફ-૬૦૪, શૃંગાર રેસીડન્સી, નંદની-૦૨ પાસે, વેસુ, સુરત) પાસેથી યોગી વેલ્વેટના કર્તાહર્તા દિનેશ  ગોંડલિયા, શિવાભાઇ પડસાલા (બંને રહે. દુકાન નં. ૨૩, મહેશનગર સોસાયટી, ટોરેન્ટ પાસે, આંજણા ફાર્મ, ભાઠેના, સુરત) તેમજ રાધે વેલ્વેટના કર્તાહર્તા પ્રદીપભાઇ ગોંડલિયા, લલીતભાઇ (બંને રહે.  ખાતા નં. ૨૪૨, જગદીશનગર, શેરી નં. ૯, લંબેહનુમાન રોડ, વરાછા, સુરત) રૃ।. ૫૫,૪૦,૧૫૮નું કાપડ ખરીદી પેમેન્ટ કર્યું ન હતું. આ અંગે હિમાંશુભાઇએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:18 pm IST)