Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

આણંદ એસઓજીએ ઝૂંપડપટ્ટીમાં છાપો મારીને પાંચ શકુનિઓને હારજીતનો જુગાર રમતા રંગે હાથે દબોચ્યા

આણંદ:એસઓજી પોલીસે આજ મેલડી માતા ઝુંપડપટ્ટીમાં છાપો મારીને પાંચ શખ્સોને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ઝડપી પાડીને તેઓની પાસેથી કુલ ૫૩૦૦ રૂપિયા જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર મેલડી માતા ઝુંપડપટ્ટીમાં ખુલ્લી જગ્યામાં પોલીસે પાડેલા દરોડામાં વિષ્ણુભાઈ ચંદુભાઈ ઉર્ફે ગદાભાઈ દંતાણી વાઘરી, નટુભાઈ દેવજીભાઈ વસાવા, નારાયણભાઈ ડાહ્યાભાઈ દંતાણી વાઘરી, વીરૂભાઈ ચંદુભાઈ દંતાણી વાઘરી તથા નીલેશભાઈ દિલીપભાઈ મારવાડી જુગાર રમતાં ઝડપાઈ જવા પામ્યા હતા.

પોલીસને દાવ પરથી ૨૩૦૦ તેમજ અંગજડતીમાંથી ત્રણ હજાર મળીને કુલ ૫૩૦૦ની રોકડ રકમ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

(5:16 pm IST)