Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

પેટલાદના પોરડામાં ભેદી સંજોગોમાં સીમમાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર

પેટલાદ:તાલુકાના પોરડા ગામની સીમમાંથી ગઈકાલે સાંજના સુમારે એક ૩૫ વર્ષીય યુવાનની લાશ મળી આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પેટલાદની સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવામા આવ્યું હતુ જ્યાં મોતનું સાચુ કારણ જાણવા માટે વીસેરા લઈને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા. સુરેશભાઈ પુંજાભાઈ પરમાર ગઈકાલે સાંજના સુમારે પોતાના ખેતરમાં જતા હતા ત્યારે તેમણ નળીમાં ૩૫ વર્ષીય યુવાનની લાશ પડેલી જોઈ હતી જેથી પોલીસ આવી ચઢી હતી અને કાર્યવાહી હાથ ઘરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર મરણ જનાર યુવાનના શરીર પર ઈજાના કોઈ ચિન્હો મળી આવ્યા નથી જેથી તેનું હૃદયરોગના હુમલાથી મોત થયાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે.

(5:16 pm IST)