Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

અમદાવાદના મણિનગરમાં સોસાયટીના મંદિરમાંથી 48 હજારના દાગીના ચોરી તસ્કરો છૂમંતર

અમદાવાદ:શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ એલ. જી. હોસ્પિટલની સામેની સાેેસાયટીના મંદિરમાંથી તસ્કરો ચોરી કરીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. તસ્કરો મંદિરની દાનપેટીમાંથી ૪૦ હજાર રોક્ડા તેમજ માતાજીના ચાંદીના દાગીના મળીને કુલ ૪૮ હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. થોડાક દિવસ પહેલાં થયેલી ચોરીમાં પોલીસે અરજી પર તપાસ શરૂ કરી હતી, જોકે તસ્કરોના સીસીટીવી ફૂટેજ મળી આવતાં ગઇ કાલે તેમણે ગુનો દાખલ કર્યો છે.

મણિનગર વિસ્તારમાં આવેલ એલ. જી. હોસ્પિટલની સામે શ્રી અર્બુદા સોસાયટીમાં રહેતા રો‌િહતકુમાર બળદેવપ્રસાદ પુરો‌િહતે મ‌િણનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. શ્રી અર્બુદા સોસાયટીના કોમન પ્લોટમાં અર્બુદા માતાજી તથા ચંદ્રમૌલેશ્વર મહાદેવનાં મંદિર આવેલાં છે. થોડાક દિવસ પહેલાં આ મંદિરનું તાળું તોડીને ત્રણ શખ્સો દાનપેટીમાં પડેલા રૂપિયા તેમજ માતાજીના ચાંદીના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા. આ ઘટના દરમિયાન સોસાયટીના રહીશો જાગી જતાં તસ્કરો ફરાર થઇ ગયા હતા. રહીશોએ સોસાયટીના મંદિરમાં આવીને જોતાં તેનો મુખ્ય દરવાજો તૂટેલો હતો અને દાનપેટી પણ તૂટેલી હતી.

રહીશોએ તાત્કા‌િલક ચોરી થઇ હોવાની પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરતાં મ‌િણનગર પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ શરૂ કરી હતી. પોલીસે રો‌િહતકુમારે આપેલી અરજી પર તપાસ શરૂ કરી હતી, જેમાં ગઇ કાલે પોલીસે તસ્કરો વિરુદ્ધમાં ચોરીનો ગુનો દાખલ કર્યો હતો. એલ. જી. હોસ્પિટલની સામે આવેલ એક મે‌િડકલ સ્ટોરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તથા સોસાયટીના અન્ય કેમેરામાં ચોરી કરવા માટે આવેલ તસ્કરોના ફૂટેજ આવી ગયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડી પાડવા માટે તજવીજ શરૂ કરી છે.

(5:15 pm IST)