Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

અ'વાદ: એરપોર્ટ પર નોકરી અપાવવાના બહાને પરિણીતા સાથે 16 લાખની છેતરપિંડી આચરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ:એરપોર્ટ પર ચેકર તરીકે નોકરી અપાવવાનું કહીને એક પરિણીતા સાથે ૧૬ લાખ રૂ‌પિયાની છેતર‌િપંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. નોકરી મેળવવા માટે એરપોર્ટ અધિકારીઓને રૂ‌પિયા આપવા પડશે તેવું કહીને યુવકે કટકે-કટકે ૧૬ લાખ રૂ‌પિયા પડાવી લીધા હતા. પરિણીતાએ યુવકના ખાતામાં પ૦ વખત રૂ‌પિયા ટ્રાન્ઝેકેશન કર્યાં હતાં.

વટવા ગામમાં આવેલ વણકરવાસમાં રહેતી ૩૧ વર્ષીય ઇલાબહેન અમિતભાઈ સોલંકીએ વટવા પોલીસ સ્ટેશનમાં ૧૬ લાખ રૂ‌પિયાની છેતર‌િપંડીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે એરપોર્ટ પર નોકરી જોઇતી હોય તે માટે વર્ષ ર૦૧પમાં જાહેરાત આવી હતી. ઇલાબહેનને નોકરીની જરૂર હોવાથી સંદીપ નામના યુવક સાથે તેમનો સંપર્ક થયો હતો. એરપોર્ટ પર નોકરી મેળવવા માટે પપ૦ રૂ‌પિયાનું ફોર્મ ભરીને એરપોર્ટ ઓથો‌િરટીને મોકલવું પડશે તેવું કહીને સંદીપે ઇલાબહેન સાથે વાત કરી હતી.

નોકરીની ફાઇલ એરપોર્ટ ખાતે મોટા સાહેબ આગળ મૂકવાની હોઈ જે પાસ કરવા માટે રૂ‌પિયા આપવા પડશે તેવી વાત સંદીપે ઇલાબહેનેને કરી હતી. સંદીપની વાત પર ભરોસો કરીને ઇલાબહેને પ૦ વખત સંદીપના ખાતામાં ૧૬ લાખ રૂ‌પિયા ભર્યા હતા.

દાગીના ગીરવે મૂકીને તેમજ એફડી તોડાવીને સંદીપને ૧૬ લાખ રૂ‌પિયા આપી દીધા હોવા છતાંય બે વર્ષથી એરપોર્ટ પર નોકરી નહીં મળતાં તેણે વટવા પોલીસ સ્ટેશનમાં સંદીપ વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. થોડાક સમય પહેલાં ઇલાબહેને સંદીપને નોકરીનું શું થયું તે પૂછવા અંગે ફોન કર્યો હતો ત્યારે ફાઇલ સાહેબના ટેબલ પર પડી હોવાનું કહ્યું હતું. ઇલાબહેનની ફરિયાદના આધારે વટવા પોલીસે સંદીપ અને તેના સાગરીતો વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

(5:15 pm IST)