Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

મુખ્યમંત્રી રૂપાણી સુરતમાં: ૪૯૪ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

રાજકોટ તા. ૧૮ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે સાંજે સુરત મહાનગરપાલિકા તથા સુરત શહેરી વિકાસ સત્તામંડળના કુલ રૂ. ૪૯૪ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.

રાજયના સર્વાંગી અને સમતોલ વિકાસની ઉજ્જવળ પરંપરાને આગળ ધપાવતા મુખ્યમંત્રી સુરત મહાનગરપાલિકા અને SUDA એરિયામાં રેલવે ઓવરબ્રિજ, બ્રિજ વિસ્તૃતીકરણ, નવી ડ્રેનેજ યોજનાઓ, પ્રાથમિક શાળાઓ, બગીચાઓ સહિતના આશરે રૂ. ૩૦૦ કરોડના વિવિધ લોકોપયોગી કાર્યોના લોકાર્પણની ભેટ સુરતની જનતાને આપવાના છે. તે સાથે જ રૂ. ૧૯૨ કરોડની લોકોપયોગી યોજનાઓનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીશ્રી કરશે. 

વિજયભાઇ રૂપાણી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત અગિયારમાં એકિઝબિશન – 'ઉદ્યોગ ૨૦૧૮'નું ઉદઘાટન પણ કરવાના છે.

કાર્યક્રમમાં ભારત ખાતે બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનર મોહમ્મદ લુત્ફર રહેમાન, ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રવાસન અને વન મંત્રી ગણપતભાઈ વસાવા તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રી કિશોરભાઈ કાનાણી (કુમાર), સાંસદો-ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે.

 

(3:20 pm IST)