Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

આંતરરાષ્ટ્રીય કલાકાર વિનોદ પટેલ અને સાથીઓ દ્વારા સુરત ખાતે સ્વામી વિવેકાનંદજીના જીવન કવનના ગુજરાતી ગીતોનું સંગીતમય કાર્યક્રમ અને ભવ્ય સન્માન સમારંભ

સુરત : સુરત ખાતે સ્વામી વિવેકાનંદજીની ૧પપ મી જન્મ જયંતિ નિમિત્તે લોકદ્રષ્ટિ ચક્ષુ બેન્ક અને રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા સ્વામી વિવેકાનંદજી જીવન કવનની સંગીતભય પ્રસ્તુતી તેમજ ભવ્ય સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

સુરતના સંજીવકુમાર ઓડીટોરીયમ, પાલ અડાજણ, સુરત ખાતે રાજકોટના આંતરરાષ્ટ્રીય ગાયક વિનોદ પટેલ (મો. ૯૪ર૬ર ૪૩૪૩૪) જેઓશ્રી ૩પ જેટલા દેશોમાં ૩૧પ૦ થી વધુ સંગીત કાર્યક્રમો આપી ચુકેલા છે તેમજ અનેક મેડલો ઉપરાંત ગુજરાત ગૌરવ પુરષ્કાર પ્રાપ્ત કરનાર, આકાશવાણી રાજકોટના એ-ગ્રેડ કલાકાર તેઓશ્રીએ સ્વામી વિવેકાનંદજીના જીવન પ્રસંગોને ગુજરાતી ગીત, ભજન, લોકગીત જેવા કે, ''જોગી ચલો ગેબને ગામ'', ''ગંગા સતિ ભકિત કરવી તેને રાંક થઇને રહેવું'', ''પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો'' ઉપરાંત રાજકોટના કવિ આપાભાઇની રચના ''ઝુંપડીએ કોક તો જાજો'' વગેરે જેવી રચનાઓ સાથે ગુંથી કરીને રજુઆત કરી શ્રોતાઓની મદદ મેળવી હતી.

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે માનવસેવાભાવી ધારાસભ્યઓ વિનુભાઇ મોરડીયા, કાંતિભાઇ બલર, વિ..ડી. ઝાલવડીયા તથા પ્રવિણભાઇ ઘોઘારી ઉપરાંત નાનુભઇ સાવલીયા (મોરરીબપુની રામકથાના આયોજક), ગીરજાશંકર મીશ્રા (શાસક પક્ષના નેતા), સુરતના ગુણીજન શ્રી સવજીભાઇ વેકરીયા વગેરે મહાનુભવોની સાથો સાથ સંગીતકાર વિનોદ પટેલનું પણ સુરતના મેયરશ્રી અસ્મીતાબેન તથા ડો. પ્રફુલભઇ સીરોયા (કાર્યક્રમના આયોજકશ્રી) ના શુભ હસ્તે ભવ્ય સમન કરવામાં આવેલ હતું.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સફળ બનાવવા માટે ડો. પ્રફુલભાઇ સીરોયા-પ્રમુખ, લોકદ્રષ્ટી ચક્ષુબેન્ક તેમજ ડો. જગદીશભાઇ ચાવડ, દિનેશભાઇ પટેલ, મફતભાઇ સીરોયા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી. તથા ભવિષ્યમાં પણ આવા આયોજન કરવાની ડો. પ્રફુલભાઇ સીરોયા ઇચ્છા જણાવેલ હતી.

(12:26 pm IST)