Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

પાલિકા - પંચાયતોના ૨૭૦૨ ઉમેદવારો નક્કી કરવા ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ

રાજકોટ તા. ૧૮ :પ્રદેશ મિડીયા સેલની યાદીમાં જણાવે છે કે, બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૭૫ નગરપાલિકાની યોજાનારી આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજથી ૨૦ જાન્યુઆરી સુધી પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલ છે.

ભાજપના ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં, રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આ ત્રણ દિવસ દરમિયાન મળશે.  જેમાં બે જિલ્લા પંચાયતની ૧૧૦ બેઠકો, ૧૭ તાલુકા પંચાયતની ૪૩૬ બેઠકો અને ૭૫ નગરપાલિકાની ૨૧૧૬ બેઠકો માટે ઉમેદવારની પસંદગી માટે ચર્ચા થશે. આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જિલ્લા સંકલન સમિતિના સભ્યો અને મંડલના જવાબદાર અગ્રણીઓ હાજર રહેશે.

(11:57 am IST)