Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

વર્ષોથી રાજકોટના પ્રભારી મંત્રી રહેલા નીતિન પટેલના સ્‍થાને હવે ભૂપેન્‍દ્રસિંહ

નીતિન પટેલ પાસે વડોદરા-ખેડા જિલ્લોઃ ફળદુને અમદાવાદ-અમરેલી જિલ્લોઃ જયેશ રાદડિયા જૂનાગઢ-સોમનાથ જિલ્લામાં: વિભારીબેન મહેસાણામાં

ગાંધીનગર તા. ૧૮ : રાજયના ૧૯ મંત્રીઓને જિલ્લા પ્રભારી તરીકે નિમણુંક કરાઇ છે રાજય સરકારે મંત્રીઓની જિલ્લાના પ્રભારી તરીકે નિમણુંક કરી છેજે જિલ્લાઓના સુવ્‍યવસ્‍થિત વહીવટને લઇ નિમણુંક કરવામાં આવી છે નિમણુંક કરાયેલ મંત્રીઓ જિલ્લાના વહીવટ તંત્ર પર પ્રભારી મંત્રીઓ દેખરેખ રાખશે.

જિલ્લા પ્રભારીની યાદી મુજબ નીતિન પટેલને વડોદરા અને ખેડા જિલ્લાના પ્રભારી બનાવાયા છે. આર.સી.ફળદુને અમદાવાદ અને અમરેલી જિલ્લા સોપાયા છે. ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા રાજકોટ અને ભાવનગર જિલ્લાના પ્રભારી અને કૌશિક પટેલ સુરત અને તાપી જિલ્લા તંત્રની દેખરેખ કરશે. સૌરભ પટેલ જામનગર અને મોરબી જિલ્લા સોંપાયા છે.

રાજય સરકારે ૧૯ મંત્રીઓની જિલ્લાના પ્રભારી તરીકે કરી છે. જે નીચે મુજબ છે. નીતિન પટેલ વડોદરા ખેડા, આર.સી.ફળદુને અમદાવાદ અમરેલી, ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા રાજકોટ, ભાવનગર, કૌશિક પટેલ, સુરત વાપી, સૌરભ પટેલ જામનગર, મોરબી, ગણપત વસાવા દાહોદ, નવસારી, જયેશ રાદડિયા જુનાગઢ અને ગીર સોમનાથ દિલીપ ઠાકોર કચ્‍છ, ઇશ્વર પરમાર બનાસકાંઠા, પ્રદિપસિંહ જાડેજાને ભરૂચ પંચમહાલ, પરબત પટેલ સાબરકાંઠા ગાંધીનગર, પરસોતમ સોલંકી સહપ્રભારી સુરેન્‍દ્રનગર, બચુભાઇ ખબાડ નર્મદા છોટા ઉદેપુર, જયદ્રથસિંહ પરમારઃ આણંદ, મહિસાગર, ઇશ્વર પટેલ સુરેન્‍દ્રનગર અને બોટાદ, વાસણ આહીર પાટણ દેવભૂમિ દ્વારકા, વિભાવરીબેન દવે મહેસાણા, રમન પટકાર અરવલ્લી ડાંગ, કિશોર કાનાણી વલસાડ અને પોરબંદર જિલ્લાો

 

 

 

(4:53 pm IST)