Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રાજ્યમાં અનામત આંદોલન પુન :ધમધમતું કરાશે :હાર્દિક પટેલ

ગામડે-ગામડે લોકોને જાગૃત કરાશે :અનામત,ખેડૂત અને યુવાનોના ભવિષ્ય માટે લડવાનો નીર્ધાર

અમદાવાદ :રાજ્યમાં છેલ્લા છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને નવા વર્ષથી પુનઃ ધમધમતું કરવાની હાર્દિક પટેલે જાહેરાત કરી હતી.પાસના સુપ્રીમો હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અમે અસત્ય અને અન્યાય સામે લડાઈ લડી રહ્યા છીએ.આંદોલન મજબૂત કરીશું.ગામડે ગામડે લોકો ને જાગૃત કરીશું.અનામત,ખેડૂત અને યુવાનો ના ભવિષ્ય માટે લડવાનો નિર્ધાર કર્યો છે. તેમાં સમાજ તરફથી સાથ મળે તેવી અપેક્ષા છે.

    ગુજરાતમાં  પાટીદાર અનામત આંદોલનને ફરી એક્ટીવ કરવા માટે પાટીદાર નેતા હાર્દિક પટેલે હવે શહેરો અને જીલ્લા મથકોની મુલાકાત શરૂ કરી દીધી છે. જેમાં પાસના કન્વીનરોની ટીમ રદ કર્યા બાદ પાસ સમિતિના ૧૮૨ કન્વીનરોની નિમણુક કરવામાં આવવાની છે. તેવા સમયે દરેક જીલ્લામાં પણ તેને અનુરૂપ ટીમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

(6:35 pm IST)