Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

વલસાડમાં હાઇવે પર જવેલર્સ માલીકની કાર પર હુમલો કરી લુંટવાનો પ્રયાસ

વલસાડ નેશનલ હાઇવે નજીક જવેલરી શોપના માલીકની કાર પર ૪ અજાણ્યા શખ્સોએ હુમલો કરી તેઓને લુંટવા પ્રયાસ કર્યો હતો.

બનાવની વિગત મુજબ વલસાડમાં જવેલરી શોપ ધરાવતા જીતુભાઇ જીવાભાઇ ચૌધરી નેશનલ હાઇવે પર તેમની ફોરચ્યુનર કાર નં. જીજે૧પ સીબી ૭૯૩૭ માં જઇ રહયા હતા.  ત્યારે કાઠીયાવાડી હોટલ નજીક પહોંચતા જ સેન્ટ્રો કારમાં આવેલ ૪ અજાણ્યા શખ્સોએ તેમની ગાડીના કાચ ફોડી અને ગાડી રોકી આ વેપારી પાસે રહેલ ઘરેણાની બેગને લુંટવા પ્રયાસ કર્યો હતો. જેના પગલે વેપારીએ બુમાબુમ કરતા લુંટવા આવેલ શખ્સો ભાગી છુટયા હતા.

પોલીસને ઘટનાની જાણ થતા જ તુર્ત જ સ્થળ પર દોડી જઇ અને આરોપીઓને શોધવા તપાસ હાથ ધરી હતી.

(5:52 pm IST)