Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વિજયભાઇને શુભેચ્છા પાઠવતા કલ્પક મણીઆર-નિલેશ શાહ

 રાજકોટઃ તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કલ્પકભાઇ મણીઆર (પુર્વ ચેરમેન અને ડિરેકટર, રાજકોટ નાગરીક સહકારી બેંક લિ.) અને નિલેશભાઇ શાહે (મેનેજર અને જૈન અગ્રણી) શુભકામના પાઠવી હતીે. મુલાકાત દરમ્યિાન જૈનોનાં પવિત્ર તીર્થધામ શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ-મહુડીની રક્ષા પોટલી તેમને બાંધી હતી અને રાજકોટ નાગરીક સહકારી બેંક લી. દ્વારા પ્રકાશિત દિવાલ કેલેન્ડર આપ્યું હતું. કેલેન્ડર  ધ્યાનથી નિહાળી વિજયભાઇ રૂપાણીએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ' આપના કેલેન્ડરમાં તારીખ સાથે તીથી, રજાની માહિતી સચિત્ર હોવાથી વિસ્તારથી માહિતી મળી  રહે છે. બેન્કનો આ પ્રયાસ સરાહનીય છે. બેન્કની સભાસદ ભેટ પણ દરેક વર્ગ માટે અનુકુળ અને ખુબજ ઉપયોગી હોય છે.  નાગરીક પરિવાર સાથેનો અમારો નાતો વર્ષો જુનો છે. બેન્કની અવિરત પ્રગતિ માટે ખુબ ખુબ શુભેચ્છા.

(3:54 pm IST)