Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ-સવાનાહ ખાતે ઉજવાયો મકરસંક્રાંતિ મહોત્‍સવ

તા. ૧૪ મી જાન્‍યુઆરી એટલે ઉત્તરાયણ દિવસથી સૂર્યનો પ્રવેશ મકરરાશીમાં થતો હોવાથી ઉત્તરાયણનો મક્રરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે.

ભરતીય સંસ્‍કૃતિમં મકરસંક્રંતિના પર્વનું માહાત્‍મ્‍ય યુગોથી ગવાતુ આવે છે. કહેવાય છે કે, મકરસંક્રંતિના અનેરા માહાત્‍મ્‍યને કારણે જ પિતામહ ભિષ્‍મે પંચાવન દિવસ સુધી પોતાના શરીરને બાણશૈયા પર ટકાવી રાખીને આજનાા દિવસે શરીર શાંત કર્યુ હતું.

અમેરિકા સવાનાહ (જયોર્જીયા) ખાતે SGVP અમદાવાદના અધ્‍યક્ષસ્‍વામી શ્રી માધવપ્રિયદસજીની પ્રેરણાથી કાર્યરત શ્રી સ્‍વામિનારાયણ સનાતન મંદિરમાં ભારતીય સંસ્‍કૃતિને આધારે મકરસંક્રાંતિ પર્વની અનેરા ઉત્‍સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આજના દિવસે અમેરિકના વિવિધ વિસ્‍તારોમાંથી ઉત્‍સાહી ભાઇ-બહેનો લગભગ બે હજારની સંખ્‍યામાં એકત્રિત થયા હતા અને આખો દિવસ પતંગ ચગાવવાની મોજ માણી હતી.

આજના દિવસે વહેલી સવારે સંતોના સાનિધ્‍યમાં ભકતજનોએ ભગવાનશ્રી સ્‍વામિનારાયણનું સૂર્યનારાયણ તથા ગૌપૂજન કર્યુ હતું. મંદિરમાં સેવા કરનારા ભાઇ-બહેનો દ્વારા મકરસંક્રાંતિના પર્વને અનુરૂપ પ્રસાદની વ્‍યવસ્‍થા પણ રાખવામાં આવી હતી. અમેરિકાના અનેકવિધ વિસ્‍તારોમાંથી આવનારા ભારતીય અને અમેરિકન ભાઇ-બહેનોએ આ તમામ પ્રક્રિયામાં ભાગ લઇ અનેરો આનંદ માણ્‍યો હતો.

આ પર્વની ઉજવણી માટે અમદાવાદથી પતંગ તથા ફીરકીની ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. અને નાના બાળકોને આનંદ ઉપજાવે એવા કિડ્‍્‌સ ઝોનની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી હતી.

મકરસંક્રાંતિના પવિત્ર પ્રસંગે SGVP ના અધ્‍યક્ષ્ સ્‍વામીશ્રી માધવપ્રિયદાસજીએ સંદેશો પાઠવતા જણાવ્‍યું હતું કે ‘‘મકરસંક્રાંતિના ઉત્‍સવ એટલે સૂર્ય પૂજાનો ઉત્‍સવ, સૂર્ય જ્ઞાનનું પ્રતિક છે. સૂર્ય સૃષ્‍ટિને પોતાના પ્રકાશ દ્વારા ઉર્જાવાના રાખેલ છે. એ જ રીતે જ્ઞાન માનવજીવનને અનોખા પ્રકાશથી ભરી દે છે.

આ જ સૂર્યનું શાષાીય નામ પતંગ પણ છે. માનવજીવન રૂપી પતંગ આયુષ્‍યરૂપી દોરી દ્વારા પરમાત્‍માને પામવા ઉર્ધ્‍વગતિ કરે છે ત્‍યારે પેચ રૂપી અનેક અવરોધો આવે છે. તે બધા જ અવરોધોથી બચતા રહીને ઉર્ધ્‍વગતિ કરતા રહીએ તો પરમાત્‍મા રૂપી સૂર્ય તરફ આગળ  વધી શકાય.

લ્‍ઞ્‍સ્‍ભ્‍ ગુરૂકુલ- યુએસ.એ. માં સેવા કરનારા ભાઇ-બહેનોએ પુજય શાષાી ભકિતવેદાંતદાસજી સ્‍વામી તથા પૂજય શાષાી કુંજવિહારીદાસજી સ્‍વામીના માર્ગદર્શન પ્રમાણે આ મહોત્‍સવને સફળ બનાવવા ખુબ જ સુંદર પૂર્વ તૈયારીઓ કરી હતી.

(12:37 pm IST)