Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વિધાનસભાના સ્પીકરપદે બાબુભાઇ બોખીરીયાનું નામ મોખરેઃ નીમાબેન આચાર્ય તથા રાજેન્દ્રભાઇ ત્રિવેદીના નામ પણ રેસમાં

પોરબંદર તા. ૧૭ :.. વિધાનસભાના સ્પીકરપદે પોરબંદરના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા સાથે કચ્છ વિસ્તારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય તથા રાજેન્દ્રભાઇ ત્રિવેદીના નામ ચર્ચામાં છે. અત્યારે તો પ્રોટેમ સ્પીકર તરીકે શ્રીમતી નીમાબેન આચાર્યની વરણી થઇ છે.

આગામી તા. ર૩ મીએ વિધાનસભાના સ્પીકરની પસંદગી થનાર છે. ધારાસભ્ય તરીકે બાબુભાઇ બોખીરીયાની નજીવી લીડથી ચૂંટણીમાં જીત થયા બાદ તેમની નવા મંત્રી મંડળમાં પસંદગી કરવામાં આવી નહોતી. બાબુભાઇને સ્પીકર બનાવવમાં આવે તો પોરબંદરમાંથી બીજી વખત સ્પીકરપદનું પ્રતિનિધિ મળશે.

અગાઉ ચીમનભાઇ પટેલની સરકારમાં પોરબંદર જનતા દળ ગુજરાતના શશીકાંત લાખાણીને સ્પીકર બનાવવામાં આવ્યાં હતાં.

(4:19 pm IST)