Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

દાહોદમાં પેરામોટરિંગ દ્વારા મતદાન જાગૃતિનો અનોખો પ્રયોગ

દાહોદના ઝુબિન કોન્ટ્રાક્ટરે આકાશમાં 300 મીટરથી વધુ ઊંચેથી પેરામોટરીંગ કર્યું: જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં આ સાહસિક પહેલ

દાહોદ જિલ્લામાં મતદાતા જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્રએ અનોખી પહેલ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં એક સાહસિક પહેલ કરવામાં આવી છે. દાહોદના ઝુબિન કોન્ટ્રાક્ટરે પેરામોટરીંગ કરીને નગરમાં લોકશાહીના મહાપર્વમાં જોડાવા માટેનો સંદેશો લોકો સુધી પહોંચતો કર્યો હતો. તેમણે પેરામોટરીંગ દ્વારા આકાશમાં 300 મીટરથી ઉંચે સુધીની ઉડાન ભરી હતી અને મતદાર જાગૃતિ માટેના ચૂંટણી તંત્રના 5000 જેટલા પેમ્ફલે્ટસની દાહોદ નગરમાં વર્ષા કરી હતી. સામાન્ય નાગરિકો આ પહેલથી મંત્રમુગ્ધ બન્યા હતા અને હર્ષનાદથી તંત્રના પ્રયાસને વધાવી લીધો હતો.

  દાહોદના ઝુબિન કોન્ટ્રાક્ટરે આકાશમાં 300 મીટરથી વધુ ઊંચેથી પેરામોટરીંગ કર્યું હતું. દાહોદમાં આ પ્રકારની પહેલ 2017માં  કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં આ સાહસિક પહેલ કરવામાં આવી હતી.જેને સારો આવકાર મળ્યો હતો.  દાહોદ નગરના ઝુબિન કોન્ટ્રાક્ટર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિની પહેલમાં પોતાના સાહસિક પ્રવૃતિ દ્વારા સહભાગી થયા હતા. તેમણે દાહોદના રામપુરાના ન્યૂ સ્ટોન કવોરી ખાતેથી સુરેશ પરમાર સાથે ઉડાન ભરી હતી અને દાહોદ નગરમાં ઠેર ઠેર મતદાર જાગૃતિના પેમ્ફલેટની આકાશમાંથી વર્ષા કરી હતી. તેમની આ સાહસિક પહેલને નગરજનોએ હર્ષનાદથી વધાવી લીધી હતી. ત્યારબાદ તેઓ રામપુરા ખાતે ઉતરાણ કર્યું હતું.

(12:36 am IST)