Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભાજપે ગામે ગામ પાણી પહોંચાડ્યું, વિજળી અને રોડ રસ્તા પહોંચાડ્યા, યુનિ. તથા જીઆઇડીસી બનાવી:અમિતભાઇ શાહ

સાવલીમાં જનસભા સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું -સાવલીમાં કેતન જોરથી બોલે, સચિવાલયમાં પણ જોરથી બોલે, સૌથી વધારે 10 વર્ષમાં નિશાળ ખોલી હોય તો કેતને ખોલી છે

વડોદરાના સાવલીમાં આયોજિત વિજય સંકલ્પ સંમેલનમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતી સાથે આયોજન કરાયું હતું,ભાજપ દ્વારા સાવલી બેઠક પરથી ધારાસભ્ય કેતન ઇનામદારને વધુ એક વખત ટિકિટ આપી છે. હાલ તમામ પાર્ટીઓના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે.

 

 કેતન ઇનામદારે સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપ 27 વર્ષથી ગુજરાતમાં શાસન છે. છેલ્લા 8 વર્ષથી દેશના વડાપ્રધાન મોદીએ વિશ્વમાં ડંકો વગાડ્યો છે. એક જ પાર્ટી એવી છે જેનું સુત્ર હોય ભરોષાની ભાજપ સરકાર. તમારો જે વિશ્વાસ ભાજપ પર છે.ગૃહમંત્રીને સંસદમાં બોલતા જોઇએ તો ગદગદ છાતી ફુલે છે. આજનું યુવાધન  મોદી અને અમિત શાહને માર્ગદર્શક તરીકે માને છે. ભાજપે ડેસર તાલુકાની માંગ પૂર્ણ કરી.

 

આ પ્રસંગે હાજર શાહે જંગી મેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીના કિનારે પવિત્ર ધરતી પર ઘણા સમય પછી હું આવ્યો છું. જાન્યુઆરી 2009 માં હું અહિંયા આવ્યો હતો. આ ગામમાં પ્રચંડ સંખ્યામાં તમે ઉપસ્થિત છો તે જોઇને મન આનંદ આનંદ થઇ ગયું. કેતન યુવા મોરચામાં કામ કરતો હતો, ત્યારે સાથે કામ કર્યું, કેતન આજે ભાષણ આપતો હતો તે જોઇ લાગ્યું કેતન તું બહું મોટો થઇ ગયો. કેતને ક્ષેત્રમાં વિકાસના ખુબ મોટા કામ કર્યા, વિશ્વામિત્રીનો કિનારો, મહાન ગાયત્રીમંત્રની રચના આ કિનારે થઇ હતી. આ નદીના કિનારે રૂષિમુનીઓએ તપસ્યા કરી, આ જ વડોદરા ગ્રામ્ય જિલ્લાએ ગુજરાતની રચના પછી ગુજરાતમાં વિકાસ માટે સૌથી મોટું યોગદાન આપવાનું કામ કર્યું. વર્ષો સુધી500 વર્ષથી પાવાગઢ પર મહંમહ દેગડાએ માં કાળીનું મંદિર તોડ્યું હતું. ત્યાં સનાતન શક્તિ પીઠ પર ભાજપ સરકારના નેતા હેઠળ નિર્માણ કરાયું. માં કાળી ગુજરાતને સુરક્ષાના આશિર્વાદ આપે છે.

 

 

કેતન ભાઇ વિકાસની વાતો કરતા હતા, સાવલી તાલુકાના બધા ભાઇઓ બહેનો જેની ઉંમર 20 વર્ષથી વધારે હોય તે, 1990 થી કોંગ્રેસના કેટલાય હવાતિયા મારે, જુઠા ફેલાવે, ગુજરાતની પ્રજા જીતાળતી નથી. 1990 થી 2022 સુધી જ્યાં ભાજપ રહી, ત્યાં વિજય થયો. સાંજે વાળું કરવા બેસીએ ત્યાં અંધારૂ થઇ જાય. અંધારામાં થાળીમાં હાથ રાખો જો ખીચડીની જગ્યાએ હાથ કઢી પર પડે. ભાજપે 24 કલાક વિજળી મોકલી વિકાસનો રસ્તો ખોલી નાંખ્યો. એક જમાનામાં ગામડામાં લાઇટો નતી. દવાની દુકાનો કરવી પડે, તો 40 ટકા દવા ન રાખી શકે. આઇસક્રિમની દુકાનો કરવી હોય, લાઇટ જાય તો આઇસક્રિમ દુધ થઇ જાય. નરેન્દ્ર ભાઇએ ગામોગામ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું, નર્મદા યોજના 1963 માં મારા જન્મ પહેલા જવાહરલાલ નહેરૂએ શરૂ કરી. કોંગ્રેસે સરદાર સરોવર યોજના પુરી જ ન થવા દીધી. નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી બન્યા, ઉપવાસ પર બેઠા અને યોજનાની શરૂઆત કરી, વડાપ્રધાન બન્યા ડેમના દરવાજા બેસાડ્યા.

 

કોંગ્રેસને અક્કલ સાથે 300 માઇલનું અંતર છે, ક્યાંથી મેળ પડે. કોંગ્રેસીઓએ જ્યારે જ્યારે સત્તા સંભાળી, ત્યારે ત્યારે હુલ્લડો કરાવ્યા, 365 દિવસના વર્ષમાં 250 દિવસ કર્ફ્યુ રહેતો. આખા ગુજરાતમાં ભયનું વાતાવરણ હતું. કેબિનેટ મંત્રીના ઘરમાંથી બોમ્બ મળી આવતા. અમદાવાદમાં સ્ટેબિંગ થતા. કોમી તોફાનો અને અશાંતિનું કામ કોંગ્રેસીઓએ કર્યું છે. જ્યાં અશાંતિ હોય ત્યાં વિકાન ન થાય. ભાજપની સરકાર આવી 22 વર્ષથી કોઇએ કર્ફ્યુ નથી જોયો. 2001 પછી કોઇ માઇકા લાલની હિંમત નથી જગન્નાથની યાત્રા પર પથ્થર નાખે, 2002 માં હુલ્લડ કરનારાઓને એવો પાઠ ભણાવ્યો,

 

દરેક ગામમાં હનુમાન દાદા સિવાય કોઇ દાદા નથી. ભાજપે ગામે ગામ પાણી પહોંચાડ્યું, વિજળી પહોંચાડી, રોડ રસ્તા પહોંચાડ્યા, યુનિ. બનાવી, જીઆઇડીસી બનાવી. ઔદ્યોગિક રોકાણ મામલે પ્રથમ ગુજરાત, દુધ ઉત્પાદનમાં પહેલો નંબર ગુજરાત, સ્ટાર્ટઅપ ગુજરાતમાં નોંધાય. કોઇ પણ વિકાસનો માનાંક લઇએ તો પહેલો નંબર ગુજરાત ગુજરાત. મહેસાણા એરપોર્ટ જતા બેનર જોયું, કામ બોલે છે. મેં ગાડી રોકાવી જોયું. તેમાં પંજો હતો. દરેક ગામમાં વિજળી પહોંચા, પાણી પહોંચાડ્યું, નર્મદા યોજના પુરી પડી. વિચારમાં પડી ગયો, બધા કામો તો અમે કર્યા છે. કોંગ્રેસીઓ તમે શરમ કરો. 1990 થી તમે સત્તાપર નથી. તમે કામ ક્યારે કર્યા. રાહુલ બાબાનો ફોટો છાપીને લખે છે કામ બોલે છે. સાવલીમાં કેતન જોરથી બોલે, સચિવાલયમાં પણ જોરથી બોલે, સૌથી વધારે 10 વર્ષમાં નિશાળ ખોલી હોય તો કેતને ખોલી છે. ખુમાનસિંહે કશું કર્યું ન હતું એટલે કેતને કરવું પડ્યું. ડેસરમાં ભાજરની બીજી સ્પોર્ટસ યુનિ.ની શરૂઆત ભાજપે કરાવી. મહિ નદી પર બંધ બનાવવાની શરૂઆત ભાજપે કરી, સાવલીથી સાંકરદા 4 લેનનો રોડ બનાવ્યો, સાવલીની 81 હજાર બહેનોનો ગેસના સિલીન્ડર આપવાનું કામ ભાજપે કર્યું, 2 લાખ 72 હજાર ખેડુતોના એકાઉન્ટમાં પૈસા મોકલવાનું કામ ભાજપે કર્યું, વડોદરાની બાજુમાં વિમાન બનાવવાનું મોટું કારખાનું બનશે. એક જ જિલ્લામાં 21 હજાર કરોડના વિકાસના કામોનું ભુમિપુજન અને લોકાર્પણ વડાપ્રધાન મોદીએ કર્યું. જુવાનિયાઓ માટે નવા ઉદ્યોગો સ્થપાય તેની સાથે દેશને સુરક્ષીત કરવાનું કામ નરેન્દ્રભાઇએ કર્યું છે.

 

 

2019 ની ચૂંટણીમાં રાહુલ ગાંધી કહે, મંદિર વહીં બનાયેંગે તિથી નહી બતાયેંગે, લખી રાખો 1 જાન્યુઆરી 2024 ના દિવસે રામ મંદિર તૈયાર હશે.

 

(7:44 pm IST)