Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

કોંગ્રેસ એટલે કચ્છની ધોર દુશ્મન: હું દિલ્લીમાં હોઉ તો પણ કચ્છનો અવાજ મને પહોંચે: પીએમ મોદી

કચ્છે 2002 માં નિર્ણય કર્યો હતો, મોદીની જોડે ચાલવું છે. મોદીએ નક્કી કર્યું હતું કચ્છને આન બાન સાન સાથે ઉભુ કરવું છે. કરી દીધું.

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે.ગઇ કાલે ભરૂચના નત્રંગ, ખેડા અને સુરતમાં જંગી સભા સંબોધ્યા બાદ સુરતમાં રાત્રી રોકાણ કર્યુ હતુ. જ્યારે આજે પણ વડાપ્રધાન મોદી ગુજરાતમાં ચાર સભાને સંબોધન કરશે જેમાં પહેલી સભા પાલીતાણામાં સંબોધી હતી. બાદમાં તેઓ કચ્છના અંજારમાં પહોંચ્યા હતા. ત્યારબાદ જામનગર અને પછી સાંજે રાજકોટમાં સભાને સંબોધન કરશે.

અંજારમાં જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે, કચ્છના મારા ભાઇઓ બહેનોને મારા રામ રામ, આ કચ્છની ધરતી, કૌશલ્યની ધરતી છે, સંકલ્પની ધરતી છે, અપરંપાર ઇચ્છાશક્તિની આ ધરતી છે. હું દિલ્લીમાં હોઉ તો પણ કચ્છનો અવાજ મને પહોંચે, ભયંકર ભુકંપ આવ્યો હતો. કચ્છ સહિત અનેક જિલ્લા, તાલુકા અને ગામ તબાહીનો શિકાર બન્યા હતા. તે વખતે લોકો એમ જ કહેતા હતા, કચ્છ મોતની ચાદર ઓઢીને સુતુ છે. હવે આ કચ્છ ઉભુ નહિ થાય, કચ્છમાં ફરી પ્રાણ નહિ પુરાય, કચ્છની ખમીરવંતી પ્રજા અને રાજ્ય સરકારની જુગલબંધીએ જોતજોતામાં આશંકાઓને ધ્વસ્ત કરી, કચ્છ બેઠું થયું. અને તેજ ગતીથી આગળ નિકળ્યું. ભારતની આઝાદીના 100 વર્ષ થશે, 25 વર્ષનો અમૃત કાળ છે, ત્યારે ભારત, ગુજરાત વિકસીત હોય. જે લોકોને રતીભર શક હોય, તે લોકો માત્ર કચ્છની વિકાસયાત્રા જોઇલે, અમે વિકસીત ભારત અને ગુજરાત બનાવીને રહીશું. આ ચૂંટણી 2022ની ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ ચૂંટણી છે. આ ચૂંટણીમાં પાંચ નહિ 25 વર્ષનો નિર્ણય કરવાનો છે.

 

 

કચ્છે 2002 માં નિર્ણય કર્યો હતો, મોદીની જોડે ચાલવું છે. મોદીએ નક્કી કર્યું હતું કચ્છને આન બાન સાન સાથે ઉભુ કરવું છે. કરી દીધું. કચ્છના લોકોને ભરોસો ન હતો કોણ એવું આવશે જે નર્મદાનું પાણી પહોંચાડશે. કચ્છનું પાણી ન પહોંચે તે માટે ગપગોળા ચાલતા હતા. એટલા બધા વિપરીત વાતાવરણમાં કચ્છની સેવાનો નિર્ધાર હતો. આજે એ વાત સાચી પાડી દીધી, પાણી તો આવ્યું, શુદ્ધ પાણી પીઓ તે તાકાત આવે. કચ્છ મારૂં પાણીદાર બન્યું છે. કચ્છ પાણીદાર બન્યું છે ત્યારે કોંગ્રેસને ઝીણવટભરી રીતે જોવાની જરૂર છે. કોંગ્રેસ એટલે કચ્છની ધોર દુશ્મન, આ શબ્દો હું એટલા માટે વાપરૂં છું , કચ્છને પાણી તે પ્રાથમિકતા હતી., અહિંયા પાણી ન પહોંચે તે માટે જે ખેલ કરતા હતા તેમની સાથે તેમની જુગલબંધી હતી. તેની માટે ષડયંત્રો થતા હતા. રોડા અટકાવવાનું કામ થતું હતું. તમારો દિકરો ગાંધીનગર બેઠે તેણે નક્કી કર્યું હું આ લડાઇ લડીશ.

 

વાતોના વડા કરવાવાળા અમે લોકો નથી, અમે વાતમાંથી વિમુખ ન થઇએ. કચ્છ કેનાલ જીવન બદલી રહી છે. કચ્છ અનેક કૃષિ ઉત્પાદનો એક્સપોર્ટ કરી રહ્યું છે. દિલ્લીમાં કચ્છની કેસરની કેરી જોઇ, પ્રશ્ન પુછતા સાહેબ આ ! આજે કચ્છની ખેતપેદાશ દુનિયામાં ડંકો વગાડી રહી છે. દેશમાં સિમાંત ખેડુતો છે, જાડું અનાજ કચ્છમાં પાકે, પોષણ માટે જાડું અનાજ કામ આવે, દિકરીઓ, જૂવાનીયાઓના વિકાસ માટે કામ આવે, એટલા માટે જાડુ અનાજ દુનિયામાં પ્રચારિત કરવું જોઇએ. 20233 દુનિયા જાડા અનાજનું વર્ષ મનાવવાની છે, આપણા બાજરા, જુવાર અને રાગીનો દુનિયામાં ડંકો વાગવાનો છે. દેશના ખેડુતોને દુનિયામાં સ્થાન મળશે. બે મારૂતીના પૈસામાં એક બન્ની ભેંસ આવે, પશુપાલનમાં કચ્છ જાણીતો.

 

આજે ગુજરાતમાં હાઇવે પર પશુધન જોવા નથી મળતા. આપણે પાણી પહોંચાડ્યું અને કિસાનક્રેડિટ કાર્યની વ્યવસ્થા કરી. પાણી સમિતી બનાવી ત્યારે કચ્છની બહેનોએ ઉપાય કાઢ્યા અને હિંદુસ્તાનમાં મોડેલ બની ગયું છે. આ મારી બહેનોની તાકાત છે. ગરીબ પરિવારને પાકી છત મળી. ભુકંપ વખતે માતા બહેનોના નામે ઘર બનાવવાનો નિર્ણય કર્યો. આપણે ત્યાં ઘર, દુકાન, મકાન પતિના નામે હોય. આ ચીલો આપણે બદલી નાંખ્યો. કોરોના કાળમાં સંકટ વચ્ચે જીવવાનું, માંની મુસીબતો ચિંતા દુર કરવાનું કામ કર્યું. આ કચ્છનો વિકાસ કોઇએ કલ્પના કરી કે કચ્છનો પર્યટન આવું હશે. રાજસ્થાન જોવા જેટલા દહાડા જોઇએ તેનાથી વધારે કચ્છ માટે જોઇએ. ટુરિઝમ માટે મારે દુનિયાને અહિંયા ખેંચી લાવવી છે. તેના માટે આપણે લગાતાર કામ કરી રહ્યા છે. રસ્તાઓ મોટા કરી રહ્યા છે. મેં રસ્તા મોટા બનાવ્યા, દુનિયા કચ્છની વાટ પકડે તે માટે મોટા રસ્તા બનાવ્યા. 500 થી વધુ હોમસ્ટેના કામ આપણે કર્યા, કચ્છના દરવાજે 5 જી ડંકો વગાડી રહ્યું છે. રણોત્સવમાં 5 લાખ ટુરિસ્ટ આવે છે.

 

સ્મૃતિવન એટલે ભુજિયો ડુંગર સુકો ભટ હતો. સરકારના પ્રયાસોથી કચ્છને ડુંગર મળ્યો છે, ફેંફસું મળ્યું છે. અંજારમાં જે કોઇ આવે તે વિર બાળકોના શ્રદ્ધાંજલી આપવા જાય છે. પહેલા અહિંયા મુંબઇ વાળા આવે અને રૂપિયાનો માલ 10 પૈસે લઇ જાય. આપણે બજેટમાં સરહદી વિસ્તારનો વિકાસ કરવા માટે પૈસા ખરચવાના છીએ. કચ્છના ધોરડોમાં કેવી રીતે વિકાસ થાય છે તે જોઇ આવો. વાઇબ્રન્ટ વિલેજ સરહદી વિસ્તારમાં વધુને વધુ વિકસે તે દિશામાં કામ કરવું છે. ચીનની સરહદ પર માણાં ગામે ગયો, તે લોકોને કચ્છનું રણ જોવા મોકલ્યા અને તેમાંથી શીખાને ત્યાં ડેવલપ કરવાના છે. કોંગ્રેસને આની કોઇ સમજ નથી. કોંગ્રેસને નહતું દેખાતું અને મને દેખાતું હતું. તેમણે આ તાકાત નથી દેખાતું, તેમને કચ્છ બોઝ લાગતું હતું. શ્યામજી કૃષ્ણ વર્માએ કચ્છનું નામ દુનિયામાં રોશન કર્યું. ધોળાવીરા દુનિયામાં હેરીટેજ તરીકે સ્થાન પામ્યું છે.

 કનેક્ટીવીટીના પ્રશ્નો ઉકેલીને સુવિધા મળે તે દિશામાં કામ, ધોળાવીરા દુનિયામાં પર્યટનનું ક્ષેત્ર બને તે દિશામાં કામ થાય છે. મુંબઇ જેટલા ભાવે કેટલાક વિસ્તારમાં જગ્યા મળે. કંડલા 25 વર્ષ પહેલા 7 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થતું હતું. આજે ત્યાંથી 9 હજાર કરોડનું એક્સપોર્ટ થાય છે. મુંદ્રા દેશના કાર્ગો હેન્ડલીંગમાં પહેલા નંબરે પહોંચ્યું, પોર્ટ લિંક પ્રોજેક્ટને કારણે હજારો લોકોને રોજગારી મળે છે. કચ્છમાં રિન્યુએબલ એનર્જીની તાકાત ઉભી થઇ છે. રણ હવે હિંદુસ્તાનનું તોરણ થઇ ગયું છે. ગ્રીન હાઇડ્રોજનનું બિડું ઝડપ્યું છે. જેનું મોટું હબ કચ્છમાં બનવાનું છે. અને શક્યતા ખરી કે દુનિયાનું પણ મોટું પુરવાર થાય. દોઢ લાખ કરોડનું મુડી રોકાણ આવવાનું છે. જેને કારણે હજારો રોજગાર ઉભા થશે. વિજળી અને તેના કારણે થતા ઉદ્યોગોનું નિર્માણ થશે. હવે પાછળ વળીને જોવાનું નથી. વિકસીત ગુજરાતના સ્વપ્નમાં કચ્છ કામ લાગવાનું છે. કચ્છની બધી જ સીટો પર કમળ ખીલશે, તેવું તમે નક્કી કરી દીધું છે.

 

(7:38 pm IST)