Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા લોકો લગાવે છે લાઈનો :ઉમરગામથી નારાયણ સરોવર સુધી દરિયાઇ હાઇવે બનાવાયો :પીએમ મોદી

સાગર માલા યોજના સાથે ગુજરાત આગળ વધી રહ્યા છે. શિવરાજપુર બીચ મશહૂર બન્યો

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ સૌરાષ્ટ્રમા પ્રચંડ પ્રચાર કરી રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્ર-કચ્છમાં એક દિવસમા ચાર જાહેર સભાઓ સંબોધશે. પીએમ મોદી જામનગરમા જાહેર સભાને સંબોધી રહ્યા છે.

પીએમ મોદીએ જણાવ્યું કે ગુજરાતમાં ઉમરગામથી નારાયણ સરોવર સુધી દરિયાઇ હાઇવે બનાવવામાં આવ્યો છે. સાગર માલા યોજના સાથે ગુજરાત આગળ વધી રહ્યા છે. શિવરાજપુર બીચ મશહૂર થઇ રહ્યો છે. પર્યટન ક્ષેત્રના વિકાસ માટે કામ કરવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડેમ કેવડીયા સરદાર પટેલનું ભવ્ય સ્મારક બનાવ્યું છે. લોકો આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા લોકો લાઇન લગાવીને ઉભા રહે છે.

(7:02 pm IST)