Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

વડોદરામાં 15 વર્ષીય કિશોરીને ભગાડી દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ

વડોદરા: ૧૫ વર્ષની કિશોરીને પટાવી લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડી નવાપુરા પોલીસને સોંપી દીધો છે.કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાથી પોલીસ દ્વારા પોક્સો અને બળાત્કારની કલમ ઉમેરવામાં આવ્યો છે.

શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની કિશોરી ગત તા.૦૪-૦૬-૨૦૨૨ ના રોજ ઘરે ચિઠ્ઠી લખીને નાની બહેનને આપીને જતી રહી હતી.જેમાં તેણે લખ્યું હતું કે,હું કોઇની જોડે ભાગી ગઇ નથી.અને હું મારી મરજીથી ગઇ છું.ત્યારબાદ કિશોરીના માતા - પિતાએ સગા સંબંધી તથા તેની બહેનપણીઓના ઘરે તપાસ  કરી હતી.પરંતુ,તે મળી નહી આવતા નવાપુરા  પોલીસ સ્ટેશનમાં દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી  હતી.દરમિયાન ડી.સી.બી.પોલીસને ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી માહિતી મળી હતી કે,સગીરાનું અપહરણ કરનાર આરોપી મુંજમહુડા વિસ્તારમાં છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે  જઇને આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે નાનુ રમેશભાઇ તડવી (રહે.લાલબાગ, કુંભારવાડા)ને ઝડપી લીધો હતો.

આરોપીને નવાપુરા  પોલીસને સોંપી દીધો હતો.જ્યારે સગીરાએ માતા - પિતાના ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરતા તેને માતા - પિતાના ઘરે મોકલી આપવામાં આવી છે.આરોપીએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવતા  પોલીસે મૂળ ફરિયાદમાં પોક્સો અને બળાત્કારની કલમનો ઉમેરો કર્યો છે.તેમજ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવશે.

(6:00 pm IST)