Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

દિલ્‍હીના શ્રદ્ધા મર્ડર કેસનું ગુજરાત કનેકશનઃ સુરતનો ફૈઝલ મોમીન આફતાબ પુનાવાલાને ડ્રગ પહોંચાડતોઃ પોલીસ દોડતી થઇ

4 કરોડના ડ્રગ કેસમાં ફૈઝલની મુંબઇથી ધરપકડ કરાઇઃ હાલ સુરતના લાજપોર જેલમાં

સુરતઃ દિલ્‍હીના શ્રદ્ધાના મર્ડર કેસનું કનેકશન સુરતમાં મળતા પોલીસ દોડતી થઇ છે. સુરતનો ફૈઝલ મોમીન આફતાફ પુનાવાલાને ડ્રગ્‍સ પહોંચાડતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્‍યુ છે.

શ્રદ્ધા હત્યાકાંડમાં આફતાબની પોલીસ પૂછપરછ કરી રહી છે અને નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. આફતાબ પૂનાવાલાના તાર ગુજરાત સાથે જોડાયા છે. આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે આફતાબ ડ્રગ્સ લે છે. આફતાબને ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ પેડલરની પોલીસે ધરપકડ કરી છે.

આફતાબને ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ તસ્કરનું નામ ફૈઝલ મોમિન છે. પોલીસે ફૈઝલની સૂરતથી ધરપકડ કરી છે. અત્યાર સુધીની તપાસને લઇને એમ પણ કહેવામાં આવે છે કે 18 મેએ જે દિવસે શ્રદ્ધાની હત્યા થઇ તે દિવસે આફતાબ અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો હતો. આ વાત પણ વિવિધ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી હતી કે હત્યાના દિવસે આફતાબે ગાંજો પીધો હતો. આ વાત સામે આવી ચુકી છે કે આફતાબને નશાની લત હતી અને શ્રદ્ધા તેનો વિરોધ કરતી હતી.

ફૈઝલ પર કેમ શક

આ વાતનો શક છે કે ફૈઝલ મોમિન આફતાબને ડ્રગ સપ્લાય કરતો હતો. આ શક પાછલનું કારણ આ છે કે ફૈસલ વસઇ વેસ્ટમાં રહે છે. આ તે જગ્યા છે જ્યા આફતાબ દિલ્હીમાં શિફ્ટ થયા પહેલા રહેતો હતો. ગુજરાત પોલીસ સાથે જોડાયેલા સુત્રોના હવાલાથી કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યુ છે કે પોલીસ ફૈઝલના કોલ રેકોર્ડની તપાસ કરશે જેનાથી આ શોધી શકાય કે ફૈઝલ અને આફતાબ એક બીજાને ઓળખતા હતા કે નહતા ઓળખતા. ગુજરાત પોલીસે રૂટીન તપાસ દરમિયાન 4 ડ્રગ પેડલર્સને સૂરતથી પકડ્યા છે જેમાંથી એક ફૈઝલ પણ છે. જે ચાર ડ્રગ તસ્કરોને પકડવામાં આવ્યા છે તેમાંથી બે મુંબઇના રહેવાસી છે. જેમાં ફૈઝલ અને અનિકેત સામેલ છે. પોતાની લિવ ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરીને તેના કેટલાક ટુકડામાં કાપનારા આફતાબના કેટલાક મિત્ર અત્યાર સુધી આ દાવો કરી ચુક્યા છે કે આફતાબ ડ્રગ્સ લેતો હતો.

(4:49 pm IST)