Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ફેડરેશન ઓફ મોટર સ્‍પોર્ટસ કલબ્‍સ ઓફ ઈન્‍ડિયા દ્વારા એસએકસઆઈ સાથે કરાર

(કેતન ખત્રી), અમદાવાદઃ બે વખત ઈન્‍ડીયા નેશનલ સુપરક્રોસ ચેમ્‍પિયશિપ જીતનાર વડોદરા શહેરના વીર પટેલ, લિલેરિયા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્‍ટર, જેમણે ભારતમાં અત્‍યાર સુધી સૌથી યુવા વયે ચેમ્‍પિયનશિપ જીતી સૌથી યુવા રેસર બનવાનું ગૌરવ મેળવ્‍યું છે, તેણે પુણેના ભૂતપૂર્વ રેસર ઈશાન લોખંડે અને અશ્વિન લોખંડે સાથે હાથ મિલાવીને સુપરક્રોસ ઈન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડ ની રચના કરી છે. ભારતમાં મોટરસ્‍પોર્ટ્‍સ, બાઇકિંગના શોખીનો અને ઓટોમોબાઇલ સેક્‍ટર માટે એક રોમાંચક સમાચાર છે.

આ પ્રસંગે ફેડરેશન ઓફ મોટર સ્‍પોર્ટ્‍સ ક્‍લબ્‍સ ઓફ ઈન્‍ડિયાના વાઇસ પ્રેસિડેન્‍ટ શ્રી ગૌતમ શાંતપ્‍પાએ જણાવ્‍યું હતું કે, ફેડરેશન એસએકસઆઈ ટીમને સંપૂર્ણ સમર્થન આપે છે અને દ્રઢપણે માને છે કે તેઓ રમતને આગળ લઈ જશે અને તેને નવા સ્‍તરે લઈ જશે. પ્રમુખ તરીકે, મને વિશ્વાસ છે કે SXI અને FMSCI એક ટીમ તરીકે કામ કરશે અને લીગને મોટી સફળતા અપાવશે.

ફેડરેશન ઓફ મોટર સ્‍પોર્ટ્‍સ ક્‍લબ્‍સ ઓફ ઈન્‍ડિયા (FMSCI)ના સુપરક્રોસ/મોટોક્રોસ/૨ષ્‍ રેસિંગ કમિશનના અધ્‍યક્ષ શ્રી સુજીત કુમારે જણાવ્‍યું હતું કે,  હું માનું છું કે , યુવા આયોજકો રમતમાં આવવાથી ભવિષ્‍ય ઉજ્જવળ દેખાય છે. હું જણાવવા માંગુ છું કે એકસ-રેસર્સને રમતમાં વિવિધ ભૂમિકાઓ ભજવતા જોવા એ ખૂબ જ ખુશીની વાત છે.

(4:51 pm IST)