Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ડો.મંજુલા પૂજા શ્રોફના જીવન પર આધારિત પુસ્‍તક ‘તમે જ તમારા ઘડવૈયા'નું વિમોચન

દરેકની જીંદગીમાં એક કથા હોય છે

(કેતન ખત્રી), અમદાવાદઃ જાણીતા ઉદ્યોગસાહસિક અને શિક્ષણશાષાી ડો. મંજુલા પૂજા શ્રોફના જીવન પર આધારિત પુસ્‍તક ‘તમે જ તમારા ઘડવૈયા'નું વિમોચન અમદાવાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કરવામાં આવ્‍યું. આ પ્રસંગે ડો.મંજુલા પૂજા શ્રોફ, બોલીવૂડ અભિનેત્રી અને સામાજિક કાર્યકર દિયા મિર્ઝા, આર. આર. શેઠ પબ્‍લિશર્સના ડિરેક્‍ટર ચિંતન શેઠ, પુસ્‍તકના લેખિકા અનુરિતા રાઠોડ જાડેજાસહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યાં હતા.આ પુસ્‍તક અમદાવાદના અગ્રણી પ્રકાશન ગૃહ આર.આર.શેઠ એન્‍ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્‍યું છે.

આ પુસ્‍તક ઉદ્યોગસાહસિક અને શિક્ષણશાષાી ડો. મંજુલા પૂજા શ્રોફના વિચારો અને કાર્ય પદ્ધતિઓ પર એક ઉંડી સમજ પુરી પાડે છે, જેઓએ શિક્ષણ અને સામાજિક કાર્યની શાળાઓ અને સંસ્‍થાઓ ચલાવવાના કારણે સંભાવનાઓને વાસ્‍તવિકતામાં ફેરવવાની કળાને સારી રીતે પકડવા ઉપરાંત,માનવ વ્‍યવહાર અને વ્‍યવસ્‍થાપનના સુમેળ સાથેની અદભૂત સમજ -ાપ્ત કરી છે.‘તમે જ તમારા ઘડવૈયા' પુસ્‍તકના વિમોચન પ્રસંગે ડો.મંજુલા પૂજા શ્રોફે જણાવ્‍યું, કે દરેકની જિંદગી એક કથા હોય છે, જે કલ્‍પના કરતા પણ વધુ રસપ્રદ હોય છે અને આ જિંદગીમાં થનાર અનુભવોની ભેટ તેને ઉત્તમ વાર્તા બનાવીદે છે. ગુજરાતની ભૂમિએ મને ઘણું બધુ આપ્‍યું છે. આ પુસ્‍તક મારા જીવનમાં ઘટેલી અનવાંચ્‍છિત ઘટનાઓ અને અનેક સંઘર્ષ બાદ મને મળેલી એક ઉદ્યોગસાહસિક અને શિક્ષણશાષાી તરીકે સફળતાને રજૂ કરે છે, જે મારા દ્રઢ વિશ્વાસ થકી અગ્રેસર રહી છે, જે ચોકકસથી યુવાઓને પ્રેરણા પુરી પાડશે.

(3:36 pm IST)