Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

પ્રથમ ચરણમાં ૩૭ ઉમેદવારો અભણ તો ૧૪૨ દસ ચોપડી ભણેલા

૭૮૮માંથી ભણ્‍યા ગણ્‍યા ઉમેદવારોની ભરમાર : પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૭૮૮ ઉમેદવારો રાજકીય જંગમાં ઉતર્યા છે જેમાંથી ગ્રેજયુએટ ૮૩ અને ૩ ડોક્‍ટર તેમજ ૧૪૨ ઉમેદવાર ૧૦મું ધોરણ પાસ છે

નવી દિલ્‍હી,તા. ૨૮ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં ૭૮૮ ઉમેદવારો રાજકીય જંગમાં ઉતર્યા છે. આ ચૂંટણીમાં શિક્ષિતનો બોલબાલો વધારે છે. જે બાબતે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોમ્‍સ (ADR)નામાં જાણવા મળ્‍યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી એક અને પાંચ ડિસેમ્‍બરે યોજાવાની છે. પ્રથમ તબક્કાની ચૂંટણી લડવાળા અનેક ઉમેદવારો છે જેઓ ગ્રેજયુએટ અને પોસ્‍ટ ગ્રેજયુએટની ડિગ્રી ધરાવે છે. પરંતુ કેટલાક ઉમેદવારો આવા પણ છે કે, જેઓ અશિક્ષિત પણ છે.

સૌથી વધુ ભણેલા ઉમેદવારોમાં

પોસ્‍ટ ગ્રેજયુએટ ૩૪

ડોક્‍ટર ૦૩

ડિપ્‍લોમાં ૨૧

સૌથી વધુ ભણેલા ઉમેદવારોમાં ૩૪ ઉમેદવાર પોસ્‍ટ ગ્રેજયુએટની ડિગ્રી ધરાવે છે તેમજ ૩ ડોક્‍ટર અને ૨૧ ડિપ્‍લોમાંની ડિગ્રી ધરાવે છે.

કેટલા ઉમેદવારો ગ્રેજયુએટ છે?

ગ્રેજયુએટ ૮૩

ગ્રેજયુએટ પ્રોફેશનલ્‍સ ૬૫

પ્રથમ તબક્કાના આ ચૂંટણીમાં ગ્રેજયુઅટ ઉમેદવાર ૮૩ તેમજ ગ્રેજયુઅટ પ્રોફેશનલ્‍સ ૬૫ છે

પહેલા તબક્કામાં ભણેલા ઉમેદવાર

૧૪૨ ઉમેદવાર ૧૦મું ધોરણ પાસ

૫૪ ઉમેદાવર ૧૨મું ધોરણ પાસ

પહેલા તબક્કામાં ચૂંટણીમાં ૧૪૨ ઉમેદવાર ૧૦માં ધોરણ પાસ છે તેમજ ૫૪ ઉમેદવાર ૧૨માં ધોરણ પાસ છે.

પાંચ પાસ ઉમેદવાર

૧૧૦ ઉમેદવાર પાંચ પાસ

૧૪૬ ઉમેદવાર આઠમી પાસ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૧૦ ૫મું પાસ અને ૮મું પાસ ૧૪૬ ઉમેદવારો મેદાનમાં છે.

ઓછા ભણેલા ઉમેદવારોની સંખ્‍યા

૩૭ ઉમેદવાર અશિક્ષિત

૫૩ ઉમેદવાર એકથી ચાર ધોરણ

૭૮૮ કુલ ઉમેદવાર

પ્રથમ તબક્કામાં ૩૭ અભણ ઉમેદવારો છે. પ્રથમથી ચોથા ધોરણ સુધી અભ્‍યાસ કરતા ઉમેદવારોની સંખ્‍યા ૫૩ છે.

(12:00 pm IST)