Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

વડાપ્રધાનની સુરત યાત્રા દરમ્‍યાન ‘મોદીપ્રમોદી'ના નારા લાગ્‍યા'તા ‘કેજરીવાલ'નાં નહિઃ વ્‍હેતી થયેલી કલીપ નકલી

પીએમના રોડ પ્ર શો અને વરાછાની સભાને પ્રચંડ સમર્થન : નરેન્‍દ્રભાઇએ સુરતીઓના દિલ જીતી લીધા : ૨૭ કિમી લાંબા રોડ પ્ર શો દરમ્‍યાન સતત ‘મોદીપ્રમોદી'ના નારાથી ગગન ગાજી ઉઠયું હતું

રાજકોટ, તા.૨૮ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના પ્રચાર માટે ગઇકાલે સુરત આવેલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ભવ્‍યાતિભવ્‍ય રોડ શો યોજી સુરતવાસીઓના દિલ જીતી લીધા હતા. ૨૭ કિમી લાંબા રોડ શોમાં હજારોની મેદની ઉમટી પડી હતી અને વડાપ્રધાને પણ હૃદયપૂર્વક લોકોનું અભિવાદન ઝીલ્‍યું હતું. સમગ્ર રોડ શો દરમ્‍યાન ‘મોદીપ્રમોદી'નો ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતું. વડાપ્રધાનની સુરત યાત્રાને જબ્‍બર સફળતા મળી હોવાનું કહેવાય છે. વડાપ્રધાનની સભામાં પણ અપેક્ષાથી વધુ  જનસાગર ઉમટી પડયો હતો. વડાપ્રધાનની સુરત યાત્રા દરમ્‍યાન પાટીદારોના ગઢમાં વિશાળ સભા યોજી વિરોધીઓને વિચારતા કરી મૂકયા હતા. વડાપ્રધાનની આ સફળ યાત્રાથી કોઇ વિરોધીના પેટમાં ઉકળતુ રેલ રેડાયું હોય તેમ એક વિડિયો કલીપ વ્‍હેતી કરી હતી જેમાં એવું દર્શાવાયુ હતું કે વડાપ્રધાનના રોડ શો દરમ્‍યાન ‘કેજરીવાલપ્રકેજરીવાલ'ના નારા લાગતા સંભળાયા હતા. કોઇ વિરોધીઓએ ઓરીજીનલ ‘મોદીપ્રમોદી'ના નારાને બદલે વિરોધી પક્ષના નેતાની વાહપ્રવાહ થાય તેવી કલીપ વ્‍હેતી કરી હતી, પરંતુ બાદમાં તપાસ કરતા એવુ જાણવા મળ્‍યુ છે કે આ કલીપ સાથે ચેડા કરવામાં આવ્‍યા છે અને મોદીના બદલે કેજરીવાલનું નામ મુકી દેવાયુ હતું. હકીકત એ છે કે સમગ્ર ૨૭ કિમીના રોડ શોમાં ફકત ‘મોદીપ્રમોદી'ના નારા ગુંજતા માલુમ પડયા હતા. ગઇકાલે જે કલીપ વ્‍હેતી થઇ હતી તે ચેડા કરેલી હતી. અમારા દ્વારા આવી નકલી કલીપ વ્‍હેતી કરાઇ એ બદલ અમો દિલગીરી વ્‍યકત કરીએ છીએ.

(10:35 am IST)