Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

નર્મદા જિલ્લા માંથી ચૂંટણી પૂર્વે 22 અસામાજીક તત્વોને તડીપાર કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસે અટકાયતી પગલાંઓ ભરવાની શરૂઆત કરી છે. અત્યાર સુધીમાં જિલ્લામાંથી 22 અસામાજીક તત્વોને તડીપાર કરી દેવામાં આવ્યાં છે.
આદર્શ આચાર સંહિતા અલમવારી શરૂ થયેથી નર્મદા જીલ્લામાં આજદિન સુધીમાં ઇંગ્લીશ દારૂના કુલ-14 કેસ કરવામાં આવ્યાં છે. અને 4,551 ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે. ઝડપી પાડવામાં આવેલાં દારૂની કિમંત 24.40 લાખ રૂપિયા થવા જાય છે. દેશી દારૂના કુલ-223 કેસ કરવામાં આવ્યાં છે. અને 778 લીટર દેશી દારૂ આરોપીઓ સાથે કબજે કરવામાં આવેલ છે.
માદક પદાર્થના હેરાફેરીના કુલ-૩ કેસો શોધી કાઢવામાં આવ્યા છે. ગાંજો 40.877 કિલોગ્રામ કિ.રૂ.4,08,770 નો મુદ્દામાલ આરોપીઓ સાથે પકડી પાડવામાં આવેલ છે. ગેરકાયદેસર હથિયારના કુલ-2 કેસ શોધી કાઢવામાં આવ્યાં છે. ચૂંટણીની જાહેરાત થયા બાદ આજદિન સુધીમાં ચુંટણીને અસર કરતાં કુલ-4,176 અસામજીક તત્વો ઉપર અટકાયતી પગલા ભરાયાં છે. અત્યાર સુધીમાં 22 અસામાજીક તત્વોના તડીપારના હુકમ કરાયાં છે. 12 આરોપીઓને પાસા કરવા માટે કલેકટર કચેરીમાં દરખાસ્ત કરવામાં આવી છે. 206 ઇસમો બીન જામીન લાયક વોરંટમાં નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયાં છે.જયારે 2 નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. છેલ્લા 12 વર્ષથી વચગાળાના જામીન ઉપરથી ફરાર ખુનના ગુનાના પાકા કામના કેદીને પણ ઝડપી લેવામાં આવ્યો છે.

(11:08 pm IST)