Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

અમદાવાદ : ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામાંથી કરૂણમોત

હાજી વોશિંગ કંપની કામ કરતા બંને મજૂરોના મોત : પોલીસ તપાસનો ધમધમાટ

અમદાવાદ: અમદાવાદના સુએજ ફાર્મ રોડ પાસે આવેલા ગુલાબનગરમાં હાજી વોશ કંપનીમાં કામ કરતા બે મજૂરોના કરુણ મોત નિપજ્યા હતા. વોશિંગ કંપનીમાં કામ કરતા બન્ને મજૂરો ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામણના કારણે મોત થયા હોવાનું પોલીસનું માનવું છે. જેમાંથી ટાંકીમાં ઉતરેલા હરિકિશન રાવત અને મલખાન નામના વ્યક્તિઓ ઘણા સમય સુધી ટાંકીમાંથી બહાર ન આવતા તપાસ કરતા તેઓ બેભાન હાલતમાં ટાંકીમાં પડ્યા હતા.

આ અંગે 108 ને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે ડોક્ટરે બન્નેને મૃત જાહેર કર્યા. હાલ પોલીસે પરીવારનો સંપર્ક કરી વધુ વિગતો જાણવા પ્રયાસો શરૂ કર્યા છે. દાણીલીમડા પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન હાજી વોશિંગ કંપની છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને એસ્ટેટ માલિકે ભાડેથી જીન્સ વોશિંગ કરનારને શેડ ભાડેથી આપ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે કારખાના માલિકની બેદરકારી સામે આવશે તો પોલીસ તેમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરશે.

(10:18 pm IST)
  • જામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST

  • કોંગ્રેસના વચગાળાના ખજાનચી તરીકે પવનકુમાર બંસલની નિમણુંક : અહમદ પટેલના નિધનથી ખાલી પડેલી જગ્યા ઉપર કામચલાઉ નિમણુંક : કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષ ઉપરાંત હવે ખજાનચી પણ કામચલાઉ access_time 6:18 pm IST

  • જામનગરની જાણીતી હોટલ રોયલ સ્ટેના માલિક નરેન્દ્રસિંહ પરમારનું દુઃખદ નિધન access_time 10:29 pm IST