Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

વડોદરાના હરણી રોડ નજીક ભરબપોરે ક્વાટર્સમાં જુગાર રમતા 11 શકુનિઓને પોલીસે 70હજારની રોકડ સાથે જપ્ત કર્યા

વડોદરા: શહેરના હરણીરોડ સવાદ કવાટર્સ ઝૂંપડપટ્ટી પાસે ભરબપોરે જુગાર રમતાં ૧૧ જુગારીઓને વારસિયા પોલીસે ઝડપી પાડી ૭ મોબાઈલ ફોન, રોકડા રૃપિયા ૧૮,૯૬૦ મળીને કુલ રૃપિયા ૭૦,૪૬૦ની મતા જપ્ત લીધી છે. પકડાયેલા જુગારીઓમાં ૧. અનિલ દિલીપભાઈ ઠાકોર ૨. સોનું રાજેશભાઈ સોલંકી ૩.  ભાર્ગવ રણજીતભાઈ ઠાકોર ૪. કિશન શશીકાંતભાઈ સોલંકી ૫. સંજય દિલીપભાઈ રાજપૂત ૬. હિમાંશુ જીતેન્દ્રભાઈ સોલંકી ૭. ભાવેશ ચતુરભાઈ સોલંકી ૮. અનિલ મેલસિંગભાઈ ઠાકોર ૯. કલ્પેશ ઉર્ફે કપિલ રમેશભાઈ સોલંકી (તમામ રહે. સવાદ કવાટર્સ ) ૧૦. હનિફ હબીબભાઈ શેખ  અને ૧૧. નિકુલ કિશનભાઈ સોલંકી (બંને રહે. જવાહર ફળિયુ ન્યૂ વીઆઈપી રોડ) નો સમાવેશ થાય છે.

(5:15 pm IST)