Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

તારા માસૂમ પુત્રના મગજ પર અવડી અસર ન થાય તે માટે આજે ભલે પાછો ફર્યો પણ ધરપકડ કરી કાયદાનું ભાન કરાવીશ

આઇપીએસ વિકાસ સહાયની માનવતા સાથેની મકમતા જોઈ મોટા ગજાના બૂટલેગર દ્વારા ધંધા સંકેલી લીધા : જંજીર ફિલ્મની ફિલ્મી કથાને ટક્કર મારે તેવી અમદાવાદની સત્ય ઘટનાની રસપ્રદ કથા

રાજકોટ, તા.૨૮: એડિશનલ ડીજીપી લેવેલના સિનિયર આઇપીએસ વિકાસ સહાયની છાપ પોલીસ તંત્રમાં સ્વચ્છ છબી વાળા અને ગુનેગારો માટે સખત અધિકારીની છાપ ધરાવતા અધિકારીની છે પરંતું જાણકારોના મતે તેમની પ્રકૃતિ નાળિયેર જેવી ઉપરથી સખ્ત અને અંદરથી નરમ આ બાબતની પ્રતીતિ કરાવતો એક પ્રસંગ વારસો બાદ પણ ચર્ચાતો રહે છે.

એક યુગમાં ડોન લતીફ માફક અન્ય એક બુટલેગર દ્વારા સામ્રાજય શરૂ થયેલ. ઉચ્ચ અધિકારીથી લઇ ડીસીબી પીસીબી ડી સ્ટાફ કે વહીવટદારોને તથા ચોક્કસ રાજકારણીઓને કઇ રીતે સાચવવાં તેમાં માહિર.નવા અધિકારી પ્રભાવ બતાવવા રેડ કરે ત્યારે તેને જાણ જ હોય કે થોડી વધુ રકમ આપવી પડશે.નવા જૂના બધાં પોલીસની કુંડળી રાખે.

બુટલેગરના ધંધાના મુખ્ય વિસ્તારમાં ડીસીપી પદે વિકાસ સહાય બદલી થતાં ચાર્જ લીધો. પોતાના વિસ્તારના માથાભારે ગુનેગારો તથા ચોર ઉચકા ઘર ફોડી માટે જાણીતા શખસોની ચકાસણી દરમિયાન પેલા બુટલેગર સામે ની અરજીઓ તથા ફરિયાદોની ચકાસણી વખતે એક પણ સમયે ધરપકડ ન થયાનું ધ્યાને આવ્યું. સ્ટાફને પૂછતા બધા તેના સામૂહિક બચાવ સાથે તેના ગુણગાન ગાવા લાગ્યા. વિકાસ સહાય દ્વારા તેના અડ્ડાઓ ઉપર જવા ટીમ ત્યાર કરી. વિકાસ સહાયે દમ મારતા ટીમ સાથે ગય પરંતુ કોઈ જગ્યા પર કોઈ મળ્યું નહી. વિકાસ સહાય એમ આસાનીથી હાર માને તેમ નથી તેવુ સમજી ગયેલ ચોક્કસ સ્ટાફ પોતાની ઇમેજ બચાવવા કહુ કે ચાલો સાહેબ તેના આશ્રય સ્થાન પર જઇએ.

વિકાસ સહાયે વધુ પૂછપરછ કર્યા વગર આ ફોજદારની જીપ પાછળ પોતાની ગાડી લેવડાવી. ફોજદારે જયાં જીપ ઊભી રાખી અને એપાર્ટમેન્ટ અને ફ્લેટ બતાવ્યો તે જોય તુરત કઈ બોલ્યા વગર પરત ફર્યા.

જોકે મોટા ભાગના સ્ટાફને સાહેબ પાછા ફરતા આશ્ચર્ય સાથે છૂપો આનંદ થયો. હવે બુટલેગરોને એ બાબતની જાણ થતાં તે પણ મૂંઝવણમાં મુકાયો. માંડ માંડ હિંમત એકઠી કરી લેન્ડ લાઈન પર વિકાસ સહાયેને ફોન કરી પોતાની ઓળખ આપી પાછા ફરવાનું રહસ્ય ડરતા ડરતા પૂછ્યું.

પ્રથમતો બુટલેગરે ફોન કરવાની હિંમત કરી તેથી મનોમન ખૂબ ગુસ્સે થયા.પરંતુ ગુસ્સો દબાવી કહ્યુ કે હું જે ફ્લેટમા રહું છું તે એપર્ટમેંન્ટમાં તારો ફ્લેટ છે એ ફ્લેટ જોય હું સમજી ગયો. તારા પુત્રને મે નીચેથી તારી બાલકનીમાં જોયો છે. મારા પુત્ર સાથે રમવા આવે છે. મને અંકલ કહે છે. મને કમનશીબે જાણ નહોતી કે ફ્લેટ તારો છે.કે એ પુત્ર તારો છે. હવે હું તેની હાજરીમાં તને ઘેરથી ઉપાડી લવ અને જે દૃશ્યો સર્જાય તે તારા પુત્રના બાળ માનસ પર વિપરીત અસર કરે.પરંતુ હું ભલે ચાલ્યો ગયો પરંતુ તું જેલમાં જવા તૈયારી રાખજે અને એ બુટલેગરે પણ આવા અધિકારની માનવતા ભાવના જોય તમામ ગેર કાયદેસર ધંધા બંધ કરી દીધા.

(2:36 pm IST)