Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

વિશ્વ હડકવા દિન નિમિત્તે રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 28 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં વિશ્વ હડકવા દિન તરીકે ઉજવવામાં આવતો હોય તે નિમિતે રાજપીપળા ખાતે પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં નર્મદા જિલ્લાનાં વડા મથક રાજપીપળાની રાજેન્દ્ર હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને હડકવા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી સાથે સાથે હડકવા રસીકરણ માટે સમજૂતી આપી ત્યારબાદ પશુ સારવાર માટે ફરતી 1962 એમ્બ્યુલન્સ અને 10 ગામ દીઠ ફરતા પશુદવખાના વિશ વિગતવાર માહિતી આપી શાળાના વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ માં પ્રોજેક્ટ કોર્ડીનેટર નિરવ પ્રજાપતિ, ડો.અભિમન્યુ અને પાયલોટ ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા.

(10:56 pm IST)