Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ધોરણ-૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ‘પ્રકળતિ શિક્ષણ શિબિર'નું વિનામૂલ્‍યે આયોજન

રસ ધરાવતી શૈક્ષણિક સંસ્‍થાઓએ ૧૫ ઓક્‍ટોબર સુધીમાં સંબધિત કચેરીને અરજી કરવાની રહેશે

 રાજકોટ,તા.૮ : ગુજરાતના વિદ્યાર્થીઓમાં પ્રકળતિ શિક્ષણ પ્રત્‍યે રૂચી કેળવાય તેવા ઉમદા હેતુથી વન વિભાગ દ્વારા દર વર્ષે પ્રકળતિ શિક્ષણ શિબિરનું વિનામુલ્‍યે આયોજન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ગાંધીનગરમાં વિકસાવવામાં આવેલ કેમ્‍પ સાઈટ ખાતે ધોરણ ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે દિવાળી બાદ આ શિબિર યોજવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ પ્રકળતિ શિક્ષણ શિબિરમાં ભાગ લેવા ઈચ્‍છતી પ્રાથમિક તેમજ માધ્‍યમિક શાળાઓએ તેમની અરજી આગામી તા. ૧૫ ઓક્‍ટોબર ૨૦૨૨ સુધીમાં નાયબ વન સંરક્ષણશ્રી, પ્રસારણ વિભાગ, વન સંશોધન સંકુલ, અક્ષરધામ પાસે ‘જ' રોડ સેક્‍ટર-૨૦ ગાંધીનગરના સરનામે મોકલી આપવાની રહેશે.  વધુ વિગત માટે ૮૮૪૯૯ ૪૩૫૭૭ નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે. આ શિબિરમાં ભાગ લેવા વિદ્યાર્થીઓને કેમ્‍પ સાઈટ પર સ્‍વ ખર્ચે પહોચાવાનું રહેશે. પ્રકળતિ શિબિરમાં રહેવા-જમવાની સગવડ વન વિભાગ દ્વારા વિના મૂલ્‍યે કરવામાં આવશે.  બે રાત્રિ અને ત્રણ દિવસ માટેની આ પ્રકૃતિ શિબિરમાં પ્રકળતિ વિષયક વિવિધ પ્રવળત્તિઓ કરવામાં આવશે. શિબિરમાં ભાગ લેવા સંસ્‍થાના સહી-સિક્કા સાથેનું સંમતિ પત્ર સાથે ૫૦ વિદ્યાર્થીઓ તથા બે શિક્ષકોની યાદી સાથેની અરજી નિયત સરનામે મોકલી આપવાની રહેશે. જો શિબિરમાં વિદ્યાર્થીનીઓ હોય તો સાથે મહિલા શિક્ષક ફરજિયાત પણે મોકલવાના રહેશે. શિબિરમાં સામાન્‍ય રીતે વહેલા તે પહેલાના ધોરણે પસંદગી કરવામાં આવશે તેમ નાયબ વન સંરક્ષણ, -સારણ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

(4:52 pm IST)