Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્‍ટેલમાં સતત બીજા દિવસે અસામાજીક તત્‍વોનો હુમલો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્‍ટેલમાં સતત બીજા દિવસે અસામાજીક તત્‍વો દ્વારા હુમલાની ઘટના બની છે. બોયસ હોસ્‍ટેલમાં પોલીસની હાજરીમાં હુમલો કરાયાનો આક્ષેપ થયો છે. અસામાજિક તત્‍વોએ પોલીસ કારની ગ્રીલ પણ તોડી નાખી હતી.તો સોમવારે હોસ્‍ટેલમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરાઇ હતી.આમ સતત બે દિવસથી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્‍ટેલમાં હુમલાની ઘટના બનતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધાયો છે. આ ફરિયાદમાં હુમલો કરનારા એબીવીપીના કાર્યકરો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં કૃણાલ જેતાવતની ફરિયાદ આધારે ૧૦ જેટલા શખ્‍સો સામે નોંધ્‍યો ગુનો નોંધાયો છે.

(1:30 pm IST)