Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

શનિવારથી તમામ તાલુકાઓમાં રાહતદરે ચણા વિતરણ

વિકાસશીલ તાલુકાઓની યોજનાનું વિસ્‍તરણ : કિલોનો ભાવ રૂા. ૩૦

રાજકોટ તા. ૨૮ : રાજ્‍યના ૫૦ વિકાસશીલ તાલુકાના એનએફએસએ રેશનકાર્ડ ધારક કુટુંબોને રૂા. ૩૦ પ્રતિ કિ.ગ્રા.ના વિતરણ ભાવથી માસિક ૧ કિ.ગ્રા. ચણાનું વિતરણ કરવાની યોજના વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. જેનો વિસ્‍તાર કરીને તમામ તાલુકાઓમાં ચણાનું વિતરણ કરવાની યોજના સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ અંગે નાગરિક પુરવઠા વિભાગના ઉપસચિવ હેમંત રીમાળીની સહીથી પરિપત્ર પ્રસિધ્‍ધ કરાયેલ છે. રાજ્‍યના તમામ તાલુકાના એનએફએસએ હેઠળ સમાવિષ્‍ટ એએવાય, બીપીએલ, એપીએલ-૧ અને એપીએલ-૨ રેશનકાર્ડ ધારક કુટુંબોને પ્રોટીન સભર આહાર મળી રહે તે માટે ‘જાહેર વિતરણ વ્‍યવસથા હેઠળ કઠોળનું વિતરણ' યોજના હેઠળ રૂા. ૩૦ પ્રતિ કિ.ગ્રા.ના વિતરણ ભાવથી કુટુંબદીઠ માસિક ૧ કિ.ગ્રા. ચણાનું માહે ઓકટોબર-૨૦૨૨થી વિતરણ કરવાનું રહેશે.

(1:34 pm IST)