Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંઘ વિશિષ્ટ ચંદ્રકથી વિભુષિત

મહિલા બુટલેગરોને સારા રસ્‍તે વાળી,લોક ડાઉન સમયે લોકોને ભરપૂર મદદની નોંધ વિદેશ મંત્રી દ્વારા લેવાયેલ

રાજકોટ, તા.૨૮:  તાજેતરમાં પોલીસ તંત્રમા યશસ્‍વી ફરજ બજાવનાર ૯૯ જેટલા નાના મોટા અધિકારીઓને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા એવોર્ડથી વિભુષિત કરવામાં આવ્‍યા તેમાં સિનિયર આઇપીએસ અને ગુનેગારો સાથે લોખંડી અને પ્રજા સાથે બિલકુલ પ્રેમ અને લાગણીપૂર્વક કામ લેવા માટે જાણીતા વડોદરા પોલિસ કમિશનર શમશેર સિંઘનો સમાવેશ થતાં પ્રજાના મોટા સમૂહમાં તથા શુભેચ્‍છકોમા હર્ષની લાગણી ફેલાવા પામી છે.                     

 આ અધિકારી દ્વારા વિવિધ સ્‍થળોએ તથા લાંચ રૂશ્વત વિરોધી વિભાગમાં હાલના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા સાથે મદદમાં રહી સંખ્‍યાબંધ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરાવેલ. વડોદરામાં વિદેશી ફંડનું દેશ વ્‍યાપી નેટ વર્ક ખોલવા સાથે કોરોના કાળમાં નકલી ઈન્‍જેકશન સહિતની જીવલેણ પ્રવળત્તિઓ  અટકાવેલ. લોક ડાઉન કોરોના કાળમાં લોકોની આર્થિક હાલત ખૂબ નાજુક હોવાનું જાણી પ્રજા પર દંડનો કોરડો વિંઝવાને બદલે લોકોને ઇમરજન્‍સી સમયે દૂધ,દવા પોલીસને ફોન્‌ કર્યે મલી રહે તેવી વ્‍યવસ્‍થા સાથે મહિલા બુટલેગર જેવી બહેનોને સારા રસ્‍તે પોતાની સી ટીમ મારફત વાળી હતી જેની નોંધ વિદેશ મંત્રી દ્વારા લેવામાં આવી પોલીસ કમિશનર ઓફિસે પહોંચી અભિનંદન આપેલ.

(11:59 am IST)