Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

બોરસદ પાલિકામાં વિપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત :ભાજપ સત્તા બચાવશે કે પછી ગુમાવશે: ભારે ઉતેજના

નગરપાલિકામાં ભાજપના 20 જ્યારે અપક્ષ 9, કોંગ્રેસ 6 અને AAPનો એક સભ્ય ચૂંટણીમાં જીત્યા :કોંગ્રેસ દ્વારા 16 અપક્ષ સભ્યોને સાથે રાખી અવિશ્વાસની દરખાસ્ત કરાઈ

ભાજપ શાસિત બોરસદ નગરપાલિકામાં વિપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે. આવતીકાલે 28 સ્પટેમ્બરે અવિશ્વાસની દરખાસ્ત પર મત લેવામાં આવશે. આવતીકાલે બોરસદ નગરપાલિકામાં ખરા ખરીનો જંગ જામશે. ભાજપ સત્તા બચાવશે કે પછી ગુમાવશેએ જોવાનું રહેશે

ભાજપ શાસિત બોરસદ નગરપાલિકામાં ભાજપના 20 જ્યારે અપક્ષ 9,  કોંગ્રેસ 6 અને AAPનો એક સભ્ય ચૂંટણીમાં જીત્યા છે. કોંગ્રેસ દ્વારા 16 અપક્ષ સભ્યોને સાથે રાખી અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે. ભાજપ પ્રમુખ આરતી પટેલ અને ઉપ પ્રમુખ રણજિત પરમાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત છે

જો કે ભાજપે વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી આકરો નિર્ણય લીધો છે. આવતીકાલે બોરસદ પાલિકામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે ત્યારે ભાજપ 12 બળવાખોર સભ્યો પર સંગઠનની નજર છે. બાગી સભ્યોને કડક શબ્દોમાં વીહપ અપાશે, ભાજપ વિરુદ્ધ મતદાન કરનાર સભ્યોને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે. ભાજપ સંગઠનની આવતીકાલ પરસમગ્ર પ્રક્રિયા દરમિયાન સભ્યો પર  નજર રહેશે. 

(12:47 am IST)