Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો: રાજ્યના 99 હથિયારી પીએસઆઈની તાત્કાલિક અસરથી બદલીના હુકમો

વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવતા મહેસુલ અને પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો

અમદાવાદ ;  રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે મહેસુલ અને પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો થતા જોવા મળી રહ્યાં છે. ત્યારે આજે અમદાવાદ સહિત રાજ્યના 99 હથિયારી પીએસઆઈ(પોલીસ સબ ઈન્સપેકટર)ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

 

(9:12 pm IST)