Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાજયમાં વેંચાતા બાયોડિઝલના નામે કેમિકલ્સના હાટડા બંધ કરવા વિજયભાઇનો આદેશ

આજે સવારે પેટ્રોલ પંપ સંચાલકોની મુલાકાત બાદ સફળ રજૂઆતઃ કાલનું ''નો-પરચેઝ'' એલાન પરત ખેંચાયું

રાજકોટ તા. ર૮ : રાજયમાં બાયોડિઝલના ગેરકાયદે વેંચાણ સામે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસીએશન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીને કડક કાર્યવાહીને માંગ સાથે તા. ર૯ ના રોજ પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા ડિઝલની ખરીદી બંધ કરવાની ચિમકી આપી હતી.

આ અંગે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને પેટ્રોલ પંપ સંચાલકોની મિટીંગ મળી હતી.જેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજયમા વેચતા બાયોડિઝલના નામે કેમિકલ્સના હાટડા બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે જેના કારણે કાલનું ''નો પરચેઝ'' આંદોલન પરત ખેંચાયંુ છે.

ડુપ્લીકેટ બાયોડિઝલનું ગેરકાયદે વેચાણને અટકાવવા માટે તા. રપ-૦૯-ર૦ર૦ના રોજ સાંજે ૪-૦૦ કલાકે ગાંધીનગર સીવીલ સપ્લાયની ઓફિસે અગત્યની મીટીંગ થઇ હતી.

ત્યારબાદ ફરી એકવાર આજે મુખ્યમંત્રી વિજયભાઇએ આ પ્રશ્ન માટે અગત્યની મીટીંગ બોલાવી હતી. જે મીટીંગમાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા તથા સીવીલ સપ્લાય વિભાગના રાજય કક્ષાનામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા નાણાખાતુ ચીફ સેક્રેટરી ડી.જી.પી. (પોલીસ ખાતુ) આષિશ ભાટીયા, કૈલાશ નાથન, એમ. કે દાશ હોમ સેક્રેટરી ફાયનાન્સ સેક્રેટરી શ્રી પુરવઠા સેક્રેટરી શ્રી વેટ ચીફ કમિશ્નર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ મીટીંગમાં ગેરકાયદે બાયોડિઝલને અટકાવવા માટે સરકારશ્રી તરફથી કડક તથા અરજન્ટ સુચના દરેક જિલ્લામાં મોકલી આપી  છે.  રજુઆતને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રી વિજયભાઇનો એસોસીએશનના તમામ ડીલરભાઇઓનો આભાર માને છે અને તા. ર૯-૦૯-ર૦ર૦નું "No Purchase" એલાન પાછું ખેંચ્યું છે તેમ અરવિંદભાઇ તથા કમિટીના તમામ સભ્યોએ જણાવ્યું છે.

(4:03 pm IST)