Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

અમદાવાદના દૂધેશ્વર રોડ ઉપર ભાઈને છોડાવવા જતા બહેનની કરપીણ હત્યા

ત્રણેય આરોપીઓ ચાકુ સાથે શાહરુખ મોવરના ઘરે ઉઘરાણી કરવા ગયા હતા

અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દૂધેશ્વર રોડ ઉપર રૂપિયાની લેવડમાં મહિલાની હત્યા થઈ હોવાનુ સામે આવતા સનસની મચી ગઈ છે.

ઘટનાની વિગત મુજબ દૂધેશ્વર રોડ નજીક મોહનલોધાની ચાલીમાં રહેતા શાહરુખ નજીરભાઈ મોવર ઉ.વ. 24 એ આજથી આશરે પાંચ-છ મહિના અગાઉ એકલાખ ઉછીના લીધા હતા તેમજ અબ્બાસ અલ્લારખા ભટ્ટી પાસેથી પણ આજથી આશરે પાંચથી છ મહિના અગાઉ રૂપિયા એક લાખ ઉછીના લીધા હતા.

અકરમ ઉમરભાઈ મોવર અને આરીફ ઉમરભાઈ મોવરને લેવાના થતા 1 લાખ રૂપિયા શાહરૂખ મોવરે પાછા આપી દીધા હતા. પરંતુ અબ્બાસ અલ્લારખા ભટ્ટી પાસેથી લીધેલા એક લાખ રૂપિયા પૈકી 60,000 આપવાના બાકી હતા. જેની ઉઘરાણી માટે આરોપીઓ અવાર નવાર ફરિયાદી પાસે ઉઘરાણી કરતા હતા.

દરમિયાન આજે ત્રણેય આરોપીઓ ચાકુ સાથે શાહરુખ મોવરના ઘરે ઉઘરાણી કરવા ગયા હતા જ્યાં બોલાચાલી અને મારામારી થઈ હતી. જેમાં શાહરુખ મોવરની બહેન રેહાના ઉ.વ. 22 છોડાવવા વચ્ચે પડતા તેની અકરમ મોવરએ છાતીના ભાગે ચાકુના ઘા મારી હત્યા કરી દીધી હતી.

(12:35 am IST)