Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા ગુજરાત આવશે : કોંગ્રેસના ધારાસભ્યો સાથે યોજશે બેઠક

કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ટેલિફોનિક જાણ કરીને ફરજિયાતપણે વિધાનસભાના વિરોધ પક્ષના કાર્યાલયમાં હાજર રહેવાની સૂચના અપાઈ

અમદાવાદ : રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર તરીકે યશવંત સિન્હાએ ઉમેદવારીપત્ર ભર્યું છે. ઉમેદવારીપત્ર ભર્યા બાદ યશવંત સિન્હા 30 જૂનના રોજ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. યશવંત સિન્હા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના ખંડમાં ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો ચૂંટણી યોજાય તો કઈ રીતે મતદાન કરવું તે બાબતની પણ માહિતી આ બેઠકમાં આપવામાં આવશે. કોંગ્રેસ ઓફિસમાંથી તમામ ધારાસભ્યોને ટેલિફોનિક જાણ કરીને ગુરુવારે ફરજિયાતપણે વિધાનસભાના વિરોધ પક્ષના કાર્યાલયમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે

આગામી 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેમાં વિપક્ષના સંયુક્ત ઉમેદવાર એવા યશવંત સિંહાએ રાહુલ ગાંધી અને શરદ પવાર સહિતના અનેક પ્રમુખ વિપક્ષી નેતાઓની ઉપસ્થિતિમાં નામાંકન દાખલ કર્યું હતું.

યશવંત સિંહાએ નામાંકન પત્રોના 4 સેટ રાજ્યસભાના મહાસચિવ પી. સી. મોદીને સોંપ્યા હતા. પી. સી. મોદી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી અધિકારી છે.

(12:33 am IST)