Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાસે ગમખ્વાર અકસ્માત :જીપે અડફેટે લેતા બાઇક પર સવાર 2 લોકોના ઘટનાસ્થળે જ મોત

ઝવેરી સર્કલથી SP રીંગ રોડ માર્ગ પર અકસ્માત બાદ જીપમાં સવાર લોકો ફરાર

અમદાવાદના કર્ણાવતી કલબ પાસે એક ગમખ્વાર અક્સમાત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ એઅસજી હાઇવે પાસે કર્ણાવતી કલબ પાસે એક પુરઝડપે આવતી જીપે બાઇક ચાલકને અડફેટમાં લેતા બાઇક પર સવાર બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આ અક્સમાત થતાં આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા અને સત્વરે પોલીસને જાણ કરી હતી. ગમખ્વાર અકસ્માત કરીને જીપ ચાલકો ફરાર થઇ ગયા છે.

(11:25 pm IST)