Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

અમદાવાદની ઉદગમ સ્કૂલમાં 8 બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ

આરોગ્ય વિભાગે કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા અને કોઈ બાળકોને કોવિડના લક્ષણો જણાઇ તેવા બાળકોને સ્કૂલે ન મોકલવા સૂચના આપી

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરની ઉદગમ સ્કૂલમાં 8 બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. આરોગ્ય વિભાગે કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના આપી છે. તો જે કોઈ બાળકોને કોવિડના લક્ષણો જણાઇ તેવા બાળકોને સ્કૂલે ન મોકલવા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે, બાળકોમાં પણ પોઝિટિવ કેસ આવવાના કેસ વધ્યા છે.

(8:43 pm IST)