Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

વડોદરામાં પોલીસથી બચવા માટે બુટલેગરો અજમાવી રહ્યા છે અલગ અલગ નુસખા:નવાયાર્ડ વિસ્તારમમાં કચરાપેટીમાંથી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી

વડોદરા: પોલીસથી બચવા માટે બુટલેગરો દ્વારા જાતજાતના નુસ્ખા અજમાવવામાં આવી રહ્યા છે. આવા જ એક નુસખામાં પોલીસે નવાયાર્ડ વિસ્તારમાંથી કચરાપેટીમાંથી દારૂની બોટલો કબજે કરી હતી. વડોદરામાં દારૂની હેરાફેરી માટે ટેમ્પામાં પાણીના જગ, ટેમ્પા અને વાહનોમાં માલની આડમાં દારૂ, એસટી બસમાં દારૂની હેરાફેરી અને ટ્રાન્સપોર્ટ ઓફિસનો ઉપયોગ જેવા કિસ્સાઓ અત્યાર સુધી જોવા મળ્યા છે. પરંતુ નવાયાર્ડ વિસ્તારમાં એક બુટલેગરે દારૂ માટે સિમેન્ટની કચરાપેટીનો ઉપયોગ કર્યો હોવાની વિગતો બહાર આવી છે. નાયબ પોલીસ કમિશનરના એલસીબી ટીમને માહિતી મળતા રેલવે કોલોની નજીક કચરાપેટીમાં તપાસ કરી રૂ.35 હજારની કિંમતની દારૂની 70 બોટલો કબજે કરી હતી. પોલીસની તપાસમાં દારૂનો જથ્થો સાહિલ બાબુભાઈ રાજનો હોવાનું ખૂલતા તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

(5:34 pm IST)