Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ગાંધીનગરમાં બ્રોકિંગ કંપનીના નામે સાઈટ ઉભી કરી લોકો સાથે છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

ગાંઘીનગર :  ગાંધીનગર ગિફ્ટસિટી ખાતે આવેલી ફિક્સ બ્રોકિંગ એલએલપી કંપનીના નામે ભળતી વેબસાઇટ ઉભી કરીને સેબી સર્ટીફિકેટનો ઉપયગો કરી છેતરપિંડી આચરવામાં આવી હતી જે મામલે સાઇબર ક્રાઇમમાં આઠ મહિના અગાઉ ગુનો દાખલ થયો હતો આ ગુનામાં ગાંધીનગર એલસીબીએ મહારાષ્ટ્ર સુધી તપાસ કર્યા બાદ વડોદરામાંથી માસ્ટર માઇન્ડ યુવતીને ઝડપી લીધી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગિફ્ટસિટી ખાતે આવેલી અને ૩૫ વર્ષથી શેરબજારમાં ફિક્સ બ્રોકિંગ કંપનીના ધ્યાનમાં આવ્યું હતું કે, તેમના ભળતા નામવાળી વેબસાઇટ ઉભી કરીને લોકો સાથે નાણાકિય છેતરપિંડી કરવામાં આવી રહી છે. જેથી આ મામલે સાઇબર ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના પગલે ગાંધીનગર એલસીબી પીઆઇ જે.એચ.સિંધવે ટીમોને કામે લગાડી હતી. આ વેબસાઇટનું આઇપી એડ્રેસ મહારાષ્ટ્રના પનવેલનું નિકળતા ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી જો કે, પોલીસને તેમાં સફળતા મળી ન હતી દરમિયાનમાં વેબસાઇટ ઉપર લખેલા નંબરો બંધ આવતા હતા પરંતુ એક નંબર ઉપરથી વડોદરાની હોટલમાંથી ઓનલાઇન ફુડ ડિલીવરી માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો જેના પગલે એલસીબીની ટીમ એલર્ટ થઇ ગઇ હતી અને વડોદરામાંથી જયદેવી વ્યંકટરાવ લંગુટે રહે. તહુરાપાર્ક-વડોદરા મુળ-લાતુર, મહારાષ્ટ્રને ઝડપી લીધી હતી. સોર્ટકટથી રૃપિયા કમાવવા માટે તેણીએ આ કિમીયો અજમાવ્યો હોવાનું કબુલ કર્યું હતું હાલ તેની વધુ પુછપરછ ચાલી રહી છે. 

(5:28 pm IST)