Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જુલાઇના પ્રારંભે ગુજરાતમાં સારો વરસાદ વરસશેઃ ખેડૂતો ચિંતા ન કરેઃ અંબાલાલ પટેલની આગાહી

5 જુલાઇ સુધીમાં મધ્‍ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે

અમદાવાદ: રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે રવિવારે સાંજે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે એક આગાહી કરીને ધરતી પુત્રોને ખુશખુશાલ કર્યા છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, થોડાક જ દિવસોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવામાં છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવામાં છે. દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. પરંતુ હજુ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી કોઈ આગાહી નથી. પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તારીખ જુન 27-28થી વરસાદ થવાની શક્યતા છે અને જુલાઈની શરૂઆતમાં પણ સારો વરસાદ થવાની શક્યતા હોઈ ખેડૂત ભાઈઓએ વરસાદ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તારીખ ૩ જુલાઈ સુધીમાં તો સારો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ 5 જુલાય સુધીમાં પણ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થઇ શકે. પાટણ, હારીજ સમી સિદ્ધપુર, વિસનગર, બેચરાજી, કડીમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલના ભાગો બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શકયતા છે.

 એ ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. વરસાદની સચોટ આગાહી આપનાર અંબાલાલ પટેલ જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ એકદમ સારું રહેશે જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સાથે 23 જૂન થી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે જાહેર કરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરના છેલ્લા દિવસોમાં વરસાદનું જોર ઘટી શકે તેવી શક્યતાઓ છે આ સાથે ખેડૂતો માટે પટેલે આદ્વા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ પણ આપી છે. 24 જૂનથી લઇને ૩૦ જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદની ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી જોવા મળી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, હવામાન વિભાગે પણ એક આગાહી કરી છે, જેમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 28 જૂન થી લઇને 02 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ અલગ-અલગ વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી વાતાવરણ રહેશે. જેમાં હળવા, મધ્યમથી લઈ ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા ભારે વરસાદી ઝાપટા પણ આવતા રહેશે.

(5:08 pm IST)