Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

લાખો રૂપિયાના એમ.ડી.ડ્રગ્‍સ સાથેની કાર સુરતમાં ઘૂસે તે પહેલાં જ ઝડપી લેવામાં આવી

મૂળ જામનગર પંથકના વતની એવા મુંબઈના દંપતિને વધુ ભાવ મેળવવાની લાલચ લોકઅપ સુધી દોરી ગઈઃ સુરત એસ.ઓ.જી. પીઆઈ આર.એસ.સુવેરા ‘અકિલા' સમક્ષ રસપ્રદ કથા વર્ણવે છે : હિમાચલ પ્રદેશ, ઓરિસ્‍સા, મહારાષ્‍ટ્ર સહિતના રાજયોના ડ્રગ્‍સ માફિયાઓના પ્રયાસો નિષ્‍ફળ બનાવનાર અજયકુમાર તોમર, શરદ સિંઘલ અને રાજીદીપસિંહ નકુમ ટીમે ફરી સફળતા મેળવી

રાજકોટ, તા.૨૮: મુબંઇ મહારાષ્‍ટ્રમા રહી ડ્રગ્‍સ કારોબાર કરતા મૂળ જામનગર પંથકના એક દંપતિ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર ટીમ કેફી દ્રવ્‍યો અર્થાત્‌ ડ્રગ્‍સ મામલે ખૂબ જ કડક નીતિ અખત્‍યાર કરી હોવાથી આસાનીથી કેફી પદાર્થ મળી શકતા ન હોવાથી સુરતમાં અન્‍ય શહેરો કરતાં વધુ ભાવ મળે તેવી લાલચે આ દંપતી સુરત આવેલ પરંતુ તે સુરતમાં ઘૂસે તે પહેલાં જ ખૂબ જાગળત એવી એસ. ઓ.જી ટીમ દ્વારા ઝડપી લેવામાં આવેલ ડ્રગ્‍સ સહિત અડધા કરોડથી વધુ મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા તેમ અનેક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડનાર એસ. ઓ.જી પીઆઇ આર એસ સુવેરાએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું. તેઓએ જણાવેલ કે અમારી ટીમની સફળતા માટે અમને પોલીસ કમિશનર અજય કુમાર તોમર, એડી.સીપી ક્રાઇમ શરદ સિંઘલ,નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ વિગેરેનું માર્ગ દર્શન ખૂબ ઉપયોગી નીવડેલ.            

‘અકિલા' સાથેની વાતચીતમાં પીઆઇ આર.એસ. સુવરા દ્વારા વિશેષમાં જણાવેલ કે , હિમાચલ, ઓરિસ્‍સા અને મહારાષ્‍ટ્ર સહિતના ડ્રગ્‍સ માફિયા દ્વારા ભૂતકાળમાં સુરતમાં કેફી દ્રવ્‍યો ઘુસાડવાના પ્રયાસો  ભલે નિષ્‍ફળ રહ્યા પરંતુ સુરત કોઇ પણ સંજોગોમાં ડ્રગ્‍સ મુકત અને  ક્રાઇમ મુકત રહે તેવો પોલીસ કમિશનરનાં દ્રઢ સંકલ્‍પ હવે સુરત શહેર પોલીસ માટે પણ ફર્સ્‍ટ પ્રયોરિટી બન્‍યો હોવાથી મેં અને પીએસઆઈ વી.સી.જાડેજા દ્વારા વિવિધ ટીમ કાયમી ધોરણે કાર્યરત કરી છે, અમારી ટીમના એ.એસ. આઈ ઇમતિયાસ ફકરું મોહમ્‍મદને મળેલ માહિતી બાદ ટેકનિકલ સર્વેલન્‍સ કામે લગાડી, હ્યુમન સોર્સ પણ કામે લગાડ્‍યા બાદ સફળતા મળી હતી.

જેથી આ દંપતી સુરત શહેરમાં  ડ્રગ્‍સનો જથ્‍થો ઘુંસાડી નશાનો કારોબાર ફેલાવે તે પહેલા જ તેને ઝડપી પાડવા એસ.ઓ.જી.ના પીઆઈ આર.એસ.સુવેરા તથા પીએસઆઈ વી.સી.જાડેજાનાઓની આગેવાની હેઠળ એએસઆઈ ઈમ્‍તીયાઝ ફકરૂમોહમદ, એએસઆઈ દિપસિંહ કાનજીભાઈ, એએસઆઈ જલુભાઈ મગનભાઈ, એએસઆઈ મો.મુનાફ ગુલામરસુલ, એએસઆઈ હસમુખભાઈ મોહનભાઇ, એએસઆઈ બાબુભાઈ સુરજીભાઈ, એએસઆઈ હિતેષસિંહ, દિલીપસિંહ, એચસી સહદેવસિંહ ભરતસિંહ, એચસી બુધાભાઈ ડાહ્યાભાઈ, એચસી ભરતભાઈ ગોપાળભાઈ, એચસી જગશીભાઈ શાંતીભાઈ, એચસી હેમંતભાઈ લખમાભાઈ, એચસી મહેન્‍દ્રસિંહ દિલીપસિંહ, એચસી અજયસિંહ રામદેવસિંહ, પીસી સિકંદર બિસમીલ્લા, પીસી દેવેન્‍દ્રદાન ગંભીરદાન તથા મહિલા પો.સ્‍ટે.ના લોકરક્ષક અનુરાધનાબેન દિલીપભાઈ સાથે કડોદરા- સુરત હાઈ-વે ઉપર આવેલ નિયોલ પોલીસ ચેક પોસ્‍ટ પાસે જાહેર રોડ ઉપરથી એક દંપતી નામે (૧) ઈબ્રાહિમ હુસૈન ઓડીયા ઉ.વ.૫૧ રહે. ફલેટ નં.૨૭૦૪ બિસમીલ્લા હાઈટસ તૈલી મહોલ્લો જે.જે.હોસ્‍પિટલ પાસે મુંબઈ મુળ વતન લંગાવાડનો ઢાળીયો રણજીત રોડ જામનગર શહેર (૨) તન્‍વીર W/O ઈબ્રાહિમ હુસૈન ઓડીયા ઉ.વ.૪૭( રહે. એજનવાળાને ઝડપી પાડી તેના કબ્‍જામાંથી પ્રતિબંધીત કોકેઈન ડ્રગ્‍સ વજન ૩૯ ગ્રામ અને ૧૦૦ મીલી ગ્રામ કિં.રૂા.૩૯,૧૦,૦૦૦/-, મોબાઈલ ફોન નંગ-૫ કિં.રૂા.૪૬,૦૦૦/-, ડ્રગ્‍સ વેચાણના રોકડા રૂા.૨,૧૨,૦૦૦/-, ફોર વ્‍હીલર ફોર્ચ્‍યુનર ગાડી નં.MH-02-DN 7318  કિં.રૂા.૧૦,૦૦,૦૦૦/- તથા અન્‍ય ચીઝવસ્‍તુઓ મળી કુલ્લે કિં.રૂા.૫૧,૬૮,૦૦૦/-નો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

(1:21 pm IST)